બનાસકાંઠાના થરામાં બેસણામાં જતા લોકોને નંદાસણ પાસે અકસ્માત નડ્યો, એકનું મોત, 13 ઘાયલ

0
12

અમદાવાદથી બનાસકાંઠાના થરામાં બેસણામાં જઈ રહેલા લોકોને અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. સવારે 7 વાગ્યે ઈકો ગાડીનો ઈસુઝુ ડી -મેક્સ પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 13 લોકોને ઈજાઓ પહોંચતા પહેલા મહેસાણા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

સવારે નંદાસણમાં ઓવરબ્રીજ ઉતરતા આગળ આવેલી ગાર્ડન સફારી હોટલ પાસે ઈકો ગાડી જીજે 01એટી 3852 અને ઈસુઝુ પીકઅપ જીજે 02 ઝેડઝેડ 3538 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મહેસાણા તરફ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને જેમાં નરેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ. 42) રહીશ ઓઢવ રબારી કોલોનીને નંદાસણ હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોતન નિપજ્યું હતું.

વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોનો કૂરચેકૂરચા નીકળી ગયા હતા. ઈકા કારમાં સવાર અન્ય 13 લોકોને ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ સારાવારાર્થે લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 13 લોકોને ઈજા પહોંચતા હોલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.