બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ: દુકાનોમાં સામાન ખાખ

0
20
બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી : કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી
બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી : કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી

ગેરકાયદે બાંધકામનો લીધે ફાયર સેફ્ટીના સાધનો કાઢી શકાયા નહીં, આગ કાબૂમાં આવી । ચાની કિટલીવાળાએ ગએસની સગડી પેટાવતા જ મોટો ભડકો થયો હતો: નજરે જોનાર । બાપુનગર આગ મામલે મોટો ધડાકો, BJPના નેતાની રહેમ નજર હેઠળ બન્યું હતું ગેરકાયદેસર બિલ્ડીંગ!

બાપુનગરમાં 6 ડિસેમ્બરના રોજ સવારે ૬ કલાકે શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો

અમદાવાદ:
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો. આ આગની ઝપેટમાં ૨૫ જેટલી મોબાઇલની દુકાનોમાં ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગ લાગવાને લઇને મોટો ધડાકો થયો છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આ શ્યામ શિખર કોમ્પલેક્ષ મોટા ભાગે ગેરકાયદેસર કામ થયું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ભાજપના નેતા વલ્લભ કાકડિયાનું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે, આગની ઘટના માન્ય છે. ફાયર સેફ્ટીના નામે માત્ર તરકટ ચાલતું હતું. આ સિવાય ભોંયરામાં ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી હતી.

ગેરકાયદે બાંધકામનો લીધે ફાયર સેફ્ટીના સાધનો કાઢી શકાયા નહીં
ગેરકાયદે બાંધકામનો લીધે ફાયર સેફ્ટીના સાધનો કાઢી શકાયા નહીં

આગના બનાવને પગલે મોબાઇલની અને સોના-ચાંદીની 2૫ દુકાનો બળીને ખાખ થતાં કરોડોનું નુકસાન થયું છે. બાપુનગરમાં આ કોમ્પલેક્સ મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. મોબાઈલ, જવેલરી સહિત બેન્કનું ATM પણ આગળમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. જો કે, પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કોમ્પલેક્સમાં આવેલી ચાની કિટલીમાં ગેસ સિલિંડરમાં લાગેલી આગ સંપૂર્ણ કોમ્પલેક્સમાં પ્રસરી હતી.. ભીષણ આગમાં 15થી વધુ દુકાનો બળીને ખાખ થઈ.. તો કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલ હોટલ પણ આગની ઝપેટમાં આવી છે.. જો કે વહેલી સવારે લાગેલી આગથી મોટી જાનહાની ટળી.. ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જો કે, જાનહાનીના હાલ કોઈ સમાચાર સામે આવ્યા નથી. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્ષમાં રવિવારે વહેલી સવારે ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી પર ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ આસપાસમાં પ્રસરી જતા ૨૦ થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ હતી. આગના કારણે મોટાભાગની દુકાનોના બોર્ડ અને બહાર પડેલા એરકન્ડીશનર યુનિટ સળગી ગયા હતા. મોબાઈલની કેટલીક બંધ દુકાનમાં અંદર આગ પ્રસરતા એસેસરીઝ સળગી ગઈ હતી. પ્રચંડ આગના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ઉડયા હતા. જેના લીધે બૂમાબૂમ થતા શ્યામ શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશો ફલેટ છોડીને નીચે ઉતરી ગયા હતા, તો કેટલાક બૂમાબૂમ કરી હતી. બીજી તરફ આગની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ૧૫ ટીમ ઘટના સ્થળે દોડી જઈને આવી બે કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગને વેળાસર કાબૂમાં લેવાતા કોઈ દાઝી ગયું નથી કે જાનહાનિ થઈ નથી. કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોના સાઈન બોર્ડ ફાયબરના હોવાથી આગ વધુ ફેલાઈ હતી.

આગની ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. એડિશનલ ચીફ ફયર ઓફ્સિરે જણાવ્યં કે, આગ ઇલેક્ટ્રિક શોર્ટ ર્સિકટને કારણે લાગી કે ચાની દુકાનમાંથી લાગી ? તે અંગે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે. કોમ્પ્લેક્ષમાં મોટા ભાગની દુકાનોના સાઇન બોર્ડ એક્રેલિક મટિરિયલના હતા જેને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગના બનાવની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર શિવમ પાન પાર્લરની આગળ ચાની કીટલી રવિવારે વહેલી સવારે ચાલુ હતી. દરમિયાન ૬.૪૫ વાગ્યાની આસપાસ કીટલીવાળાએ ગેસ શરૂ કરતાં જ મોટો ભડકો થયો હતો અને સગડી ઊછળી હતી. કીટલી ઉપર લગાવેલા બેનરને આગની જ્વાળા અડી જતાં આગ વધુ પ્રસરી હતી. ચાની કીટલીની આગ અન્ય દુકાનો સુધી પ્રસરી હતી અને દુકાનોના બોર્ડ સળગવાનું શરૂ થયું હતું. આ સમયે પાન પાર્લર પર રહેલા લોકો જીવ બચાવવા દોડયા હતા. કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોના સાઇનિંગ બોર્ડ ફાયબરના હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. ગણતરીના સમયમાં ૨૦થી વધુ દુકાનો સુધી આગ પ્રસરી ગઇ હતી. નીચે દુકાનો અને કોમ્પ્લેક્ષમાં ઉપર ફલેટ છે. આગની જાણ થતા નિદ્રાધીન રહેવાસીઓમાં ગભરાટની લાગણી સાથે દોડધામ મચી હતી અને બધા ફ્લેટ છોડી નીચે ઉતરી આવ્યા હતા. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ૧૫ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

બેનરોથી આજુબાજુની દુકાનો આગની ઝપટમાં આવી: કોમ્પ્લેક્ષના સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, ચાની કીટલીવાળો ગેસ શરૂ કરવા જતા ભડકો થયો હતો. તેથી કીટલીવાળો બધુ પડતું મુકીને જીવ બચાવવા ભાગ્યો હતો. બાદમાં આગની જ્વાળાઓ સાઇન બોર્ડને અડી જતાં આગ પ્રસરી હતી. બેનર સળગવા લાગતા જ અમે નીચે દોડયા હતા. આગ લાગ્યાની ઘટના અંગે મારા શેઠને ફેન કરતા તેઓ દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક ફયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ વિકરાળ બની હતી અને કોમ્પ્લેક્સના પહેલાં અને નીચેના માળે બધે જ પ્રસરી ગઈ હતી.