બાબાલાયક સ્ક્રિપ્ટ છે?

0
57

સંજય દત્તને લાયક કોઈ સ્ક્રિપ્ટ હોય અને સંજુબાબા ના ન પાડે એ વાતનો આત્મવિશ્વાસ હોય તો એકતા કપૂરનો કૉન્ટૅક્ટ કોઈ પણ કરી શકે છે,

કારણ કે એકતા પણ આજકાલ સવાર-બપોર-સાંજ આ જ કામ કરે છે અને સંજુબાબાને લાયક સ્ક્રિપ્ટ સાંભળે છે, પણ તેને મજા નથી આવતી.

એમાં હકીકત એવી છે કે સંજય દત્તને એકતા કપૂરે વેબ-સિરીઝ માટે ઑલરેડી સાઇન કર્યો છે અને એ વાતને પણ લગભગ બે વર્ષ થઈ ગયાં છે. હવે એ કૉન્ટ્રૅક્ટ પૂરો થવામાં છે અને સંજુબાબાને લાયક કોઈ સ્ક્રિપ્ટ મળી નથી રહી.

સંજુબાબા એકદમ ક્લિયર છે કે તે એવી જ વેબ-સિરીઝ કરવા માગે છે જે નેટફ્લિક્સની ‘નાર્કોસ’ને ટક્કર મારે એવી હોય. સંજુબાબાને અત્યંત ક્રૂર અને રૂંવાડાં ઊભાં થઈ જાય એવું કૅરૅક્ટર કરવું છે, પણ એવી કોઈ સ્ક્રિપ્ટ મળતી નથી એટલે હવે એકતા આદું ખાઈને એ શોધવામાં લાગી ગઈ છે.

નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમ સામે ટક્કર મારવા માટે હવે એકતાને મોટા સ્ટાર્સવાળી વેબ-સિરીઝ પ્લાન કરવી છે, જેમાં સંજય દત્ત સાથેની વેબ-સિરીઝ ફાઇનલ થઈ જાય તો બાલાજીને ચાર ચાંદ લાગી જાય.