‘બાલા’ની રિલીઝ પર સસ્પેન્સ! સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે મામલો

0
6

બાલા અને ઉજડા ચમન ફિલ્મનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉજડા ચમનના નિર્દેશક અભિષેક પાઠકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બાલાની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. અરજીમાં બંને ફિલ્મોની કહાનીમાં સમાનતા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

સાથે જ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થાય તે પહેલા તેનો ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે 4 નવેમ્બરે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે.

અભિષેકે પહેલા બૉમ્બે હાઈકોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી. બાલાનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ અભિષેકે પીટીઆઈને જણાવ્યું હતું કે બાલા અને ઉજડા ચમનમાં અનેક સમાનતાઓ જોઈ શકાય છે. મને ખબર નહીં શું થઈ રહ્યું છે. મારી ફિલ્મનું ટ્રેલર પહેલા રિલીઝ થયું હતું.