બાળક ચોર સમજી ઓખામાં બે ભિખારીઓને લોકોએ ઢોર માર માર્યો

0
129
saurasthra-kutch/two-thrashed-over-suspicion-of-kidnapping
saurasthra-kutch/two-thrashed-over-suspicion-of-kidnapping

ગુજરાતમાં બાળકોને ઉઠાવી જતી પરપ્રાંતિઓની ગેંગ સક્રિય બની છે તેવો મેસેજ વાયરલ થયા બાદ દેવભૂમી દ્વારકાના ઓખામાં બે લોકોને ટોળાંએ ઢોર માર માર્યો હોવાનો વીડિયો વ્હોટ્સએપ પર વાયરલ થયો છે. ટોળાંના રોષનો ભોગ બનનારા આ બે વ્યક્તિઓ ભિક્ષુકો હતા, પોલીસે આ મામલે કેસ દાખલ કરી છની ધરપકડ કરી છેપોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાને નજરે જોનારા ભરતભા માણેક દ્વારા આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે છ લોકોની ધરપકડ કરાઈ છે તેમાં અસલમ, અબુ, અનવર, આરિફ, રાહુલ અને ગોપાલ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ રાયોટિંગ અને હુમલો કરવાના આરોપ મૂક્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, બે શખ્સો રેલવે સ્ટેશન બહાર ભીખ માગી રહ્યા હતા ત્યારે તેમને બાળકોને ઉઠાવી જનારા સમજીને એક ટોળાંએ તેમને ફટકારવાનું શરુ કર્યું હતું, જ્યારે કેટલાક લોકોએ તેમને અટકાવ્યા ત્યારે તેમણે તેમને ગાળો ભાંડી હતી, અને પછી બે શખ્સોને ઢોર માર માર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનારા બે લોકો હિન્દી બોલે છે, અને મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમની ઓળખ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર બેલ્ટમાં એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં જણાવાયું છે કે, 300 લોકોની ગેંગ સૌરાષ્ટ્રમાં ઉતરી છે, જે બાળકોનું અપહરણ કરી જાય છે. જોકે, જામનગરના પોલીસ વડાએ આ મેસેજને ખોટો ગણાવ્યો છે, અને તે ફોરવર્ડ ન કરવા લોકોને અપીલ કરી છે.પોલીસનું કહેવું છે કે, બાળકોનું અપહરણ કરનારી કોઈ ગેંગ જામનગરમાં કે સૌરાષ્ટ્રમાં એક્ટિવ નથી. જે મેસેજ વ્હોટ્સએપ પર મોકલાઈ રહ્યો છે તે ફેક છે. પોલીસે આ મેસેજને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે અને જે લોકો તેને ફોરવર્ડ કરી રહ્યા છે તેમની સામે પણ પગલાં લેવાની પોલીસે ચિમકી ઉચ્ચારી છે.થોડા સમય પહેલા જ ઉત્તર પૂર્વ ભારતમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં ટોળાંએ બે યુવકોને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બંને યુવકોમાંથી એક તો મુંબઈમાં જોબ કરતો હતો. બંને જંગલમાં ફરવા આવ્યા હતા, પરંતુ લોકોએ તેમને બાળક ચોર સમજીને થાંભલા સાથે બાંધી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઓખાની ઘટનામાં સદ્દનસીબે ભોગ બનનારા બે લોકો બચી ગયા છે.