બાળપણથી નહોતી આંખો, પણ તમામ અવરોધોને પાર કરી બની કલેક્ટર

0
202
’visually-impaired-pranjal-patil-clear-ias-now-takes-charge-as-assistant-collector-in-kerala
’visually-impaired-pranjal-patil-clear-ias-now-takes-charge-as-assistant-collector-in-kerala

યુપીએસસી 2017માં 124મો રેન્ક મેળવી આઈએએસ તરીકે પસંદગી પામેલી મહારાષ્ટ્રની પ્રાંજલ પાટીલે કેરળના અર્નાકુલમમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે. પ્રાંજલ દેશનાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા કલેક્ટર છે. માત્ર આઠ વર્ષની ઉંમરમાં આંખમાં પેન્સિલની અણી વાગવાને લીધે પ્રાંજલે રોશની ગુમાવી હતી.વ્યક્તિ જ્યારે પોતાની જાત સામે હારી જાય છે, ત્યારે તે વિકલાંગ ન હોવા છતાં વિકલાંગ થઈ જાય છે.’ 2017ની યુપીએસસી પરીક્ષામાં 124મો રેન્ક મેળવ્યા બાદ પ્રાંજલ પાટીલના આ શબ્દો હતા. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની રહેવાસી પ્રાંજલ પાટીલ યુવાનો માટે પ્રેરણાનું ઉમદા દૃષ્ટાંત છે. પ્રાંજલ કહે છે કે, ‘વિકલાંગ હોવું એક અવરોધ હોઈ શકે છે, પણ જો તમારામાં આત્મવિશ્વાસ અને હાર ન માનવાનો જુસ્સો હોય તો તે દૂર કરવો અસંભવ નથી.’ પ્રાંજલે સોમવારે કેરળના અર્નાકુલમ જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે.અર્નાકુલમ જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ મળતાં ઉત્સાહિત પ્રાંજલ કહે છે કે, ‘મેં બે અઠવાડિયાં પહેલાં જ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી, ઉત્તરાંખડમાંથી નવ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી હતી. આ મારા માટે એક તક સમાન છે. મને નવી વસ્તુઓ શીખવા અને સમજવાની તક મળશે. અહીં હું એવાં ક્ષેત્રો પર વધુ ધ્યાન આપીશ, જ્યાં કોઈ પણ રીતે મારા યોગદાનની જરૂર છે.’ પ્રાંજલ કહે છે કે, ‘જિલ્લામાં વિકાસ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે હું તમામ પ્રકારના પ્રયાસ કરીશ. અહીંના લોકો સાથે વાતચીત કરી શહેર વિશે વધુ જાણવાનો પ્રયાસ કરીશ, જેથી લોકોની મૂળ સમસ્યાઓને સમજી તેનો ઉકેલ લાવી શકું.’પ્રાંજલ કહે છે કે, ‘મારા મુશ્કેલ સમયમાં માતાપિતાએ મને વધુ મહેનત કરવા કહ્યું હતું. માતાપિતાથી સતત મળનારી પ્રેરણાને લીધે મેં 2017માં ફરીથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 124મો રેન્ક પ્રાપ્ત કર્યો. હું હંમેશાં આઈએએસ અધિકારી બનવા માગતી હતી.’ ધોરણ 12માં 85 ટકા માર્ક્સ લાવ્યા બાદ પ્રાંજલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. રોજ ઉલ્હાસનગરથી કોલેજ સુધીનું લગભગ 60 કિલોમીટર અંતર તે કાપતાં હતાં અને અહીંથી જ યુપીએસસીમાં બેસવાનું સપનું તેમણે જોવાનું શરૂ કર્યું હતું.પ્રાંજલના પિતા એલબી પાટીલ અને માતા જ્યોતિ પાટીલ કહે છે કે, ‘પ્રાંજલ બાળપણમાં ભણવામાં હોશિયાર હતી. પ્રાંજલ સાથે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની આંખમાં પેન્સિલ મારી હતી. આ ઘટના બાદ રેટિનલ ડિટેચમેન્ટને કારણે તેણે ડાબી આંખ ગુમાવવી પડી હતી. ડોક્ટર્સે આ ઘટના બાદ ચેતવણી આપી હતી કે, પ્રાંજલ બીજી આંખ પણ ગુમાવી શકે છે. ડોક્ટર્સની ચેતવણી સાચી સાબિત થઈ અને એક વર્ષની અંદર જ પ્રાંજલે તેની બીજી આંખ પણ ગુમાવી દીધી.’ પ્રાંજલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત પ્રાંજલે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. પ્રાંજલના પિતા કહે છે કે, ‘જે લોકો હંમેશાં પ્રાંજલ કહે છે કે, તેમની સફળતા અને અભ્યાસમાં માતાપિતાની સાથે સાથે ટેક્નોલોજીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રાંજલ આગળ જણાવે છે કે, ‘મેં બ્રેલ લિપિ ભણવાનું શરૂ કર્યું અને હવે મારા લેપટોપ પર એક સ્ક્રીન રીડર સોફ્ટવેર નાખ્યું છે. આ સોફ્ટવેર પુસ્તક કે સ્ક્રીન પર આવતી દરેક ટેક્સ્ટને સ્કેન કરે છે. જો હું તે વાંચવા ઇચ્છું તો આ સોફ્ટવેર એ શબ્દોને મારા માટે વાંચે છે. સ્ક્રીન રીડર સોફ્ટવેર મારા માટે ખૂબ કારગર સાબિત થયું છે. જ્યારે તમે ટેક્નોલોજીનો ઉપયોગ સમજો છો, તો ટેક્નોલોજી પણ તમારી વસ્તુઓ સરળ બનાવી દે છે.’યુપીએસસી પરીક્ષા વિશે પ્રાંજલ કહે છે કે, ‘આ મારા માટે નહિ, દરેક જણ માટે પડકારજનક છે. પરીક્ષાની તૈયારી માટે યોગ્ય કન્ટેન્ટ અને તેની ઉપલબ્ધતા જ વાસ્તવિક પડકાર છે. મારા માટે વિશ્વાસપાત્ર રાઇટર શોધવો એ પણ એક મોટો પડકાર હતો. આ પડકાર મારા માટે સરળ નહોતો.’ પ્રાંજલ ઉમેરે છે, ‘મેં હવે ઓછામાં ઓછા સમયમાં મલયાલમ શબ્દો શીખવાનું લક્ષ્ય બનાવ્યું છે. હું જાણું છું કે, મલયાલમ અન્ય ભાષાઓથી બિલકુલ અલગ છે. હું તેને શીખવા માટે યોગ્ય દિશામાં પ્રયાસની સાથે સખત મહેનત પણ કરીશ.’સિવિલ સર્વિસીસની તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રાંજલ કહે છે કે, ‘દરેકે પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ. કોઈ પણ નકારાત્મક ટિપ્પણી ન સાંભળવી અને ટીકાઓ થાય તો ખોટું ન લગાડવું. આલોચનાથી પરેશાન ન થવું, તે આગળ વધવા તમને પ્રેરિત કરે છે. સફળતા મળવામાં સમય લાગે છે, પણ આપણે હાર ન માનવી જોઈએ.