બિગ બૉસના ઘરમાં રહેવું મારા માટે એકદમ સરળ છે : સલમાન

0
20

સલમાન ખાનનું કહેવું છે કે ‘બિગ બૉસ’ની અંદર રહેવું તેના માટે એકદમ સરળ છે. આ વખતે ‘બિગ બૉસ ૧૩’નું હાઉઝ લોનાવલાને બદલે મુંબઈમાં બનાવવામાં આવ્યું છે.

આ નવા ઘરને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સલમાને કહ્યું હતું કે ‘કિલોમીટર પ્રમાણે મારે ઓછું ટ્રાવેલિંગ કરવાનું છે, પરંતુ પિક-અવર્સમાં ટ્રાવેલિંગ વધી જશે.

મુંબઈથી લોનાવલા જવામાં દોઢથી બે કલાકનો સમય લાગે છે. જોકે ગૅલેક્સીથી ફિલ્મ સિટી ભારે ટ્રાફિક દરમ્યાન જવુ હોય તો અઢી કલાકથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે. ક્યારેક તો એનાથી પણ વધુ સમય લાગે છે.’

છેલ્લા કેટલાક વર્ષોથી આ શોને હૉસ્ટ કરનાર સલમાનને પૂછવામાં આવ્યુ હતું કે જો તે પોતે ‘બિગ બૉસ’માં એક સ્પર્ધક હોત તો તે કેવુ ફીલ કરત? એનો જવાબ હસતા હસતા આપતા સલમાને કહ્યું હતું કે ‘મારા માટે એ મુશ્કેલ નથી. હું સરળતાથી ઘરમાં સર્વાઇવ કરી શકું એમ છું.’