બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિક માટે સખત મહેનત કરી રહી છે પરિણીતી ચોપડા

0
11

પરિણીતી ચોપડા હાલમાં બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિક માટે જબરદસ્ત તૈયારી કરી રહી છે અને સાથે જ બૅડ્મિન્ટનને બારીકાઈથી શીખી પણ રહી છે. આ ફિલ્મને અમોલ ગુપ્તે ડિરેક્ટ કરશે. ફિલ્મની તૈયારી વિશે પરિણીતીએ કહ્યું હતું,

‘અમે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ.

હાલમાં હું એની સખત ટ્રેઇનિંગ લઈ રહી છું. હું દરરોજ બે કલાક બૅડ્મિન્ટન રમું છું.

સાથે જ એક કલાક એની તૈયારી પણ કરું છું. મેં હાલમાં ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’નું શૂટિંગ પૂરું કર્યું છે. મારી કરીઅરની આ બન્ને ફિલ્મો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.

આવી ફિલ્મો મેં આ અગાઉ કદી પણ નથી કરી. આશા રાખું કે લોકોને પણ એ ગમશે.’