બેંગકોક પટાયા જઈ નાઇટલાઇફ અને મસાજ પાર્લર જવાનું સપનું જોતા કર્મચારીઓને ઝટકો

0
865
gujarat-news/saurasthra-kutch/now-companies-eyes-on-central-asia-for-corporate-tour-instead-of-bangkok-pattaya
gujarat-news/saurasthra-kutch/now-companies-eyes-on-central-asia-for-corporate-tour-instead-of-bangkok-pattaya

પ્રાઇવેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને બોનસ અને તેમણે કરેલી સારી કામગીરી બદલ વિદેશ ટૂર કરાવવાનો એક ખાસ ચીલો છે. માટાભાગે કંપનાની સીનિયર્સ અને મોટા એજન્ટ્સને ઇન્સેન્ટિવ તરીકે કરાવાતી આ ટૂર્સ માટે ફેવરિટ ડેસ્ટિનેશ પૂર્વ એશિયાના દેશ થાઇલેન્ડના શહેર બેંગકોક-પટાયા છે.પરંતુ અહીંની નાઇટ લાઇફ અને મસાજ પાર્લરના કારણે આ શહેરોની ટૂર પણ ઘણી વિવાદમાં રહી છે.જેથી કરીને હવે કેટલીક કંપનીઓએ પોતાની ઇન્સેન્ટિવ ટૂર્સ માટેના ડેસ્ટિનેશન ચેન્જ કરી થાઇલેન્ડના સિટી જેવા જ સુંદર અને લગભગ તેની આસપાસના જ બજેટમાં સમાવિષ્ટ થઈ જતા મધ્ય એશિયાના શહેરો પર નજર દોડાવી છે. આ ડેસ્ટિનેશનનું મુખ્ય ફાયદો એ છે કે અહીં બેંગકોક-પાટાયાની જેમ નાઇટ લાઇફ તો છે પરંતુ ન્યુસન્સ અને અભદ્ર મસાજ પાર્લર્સ નથી.સીરામિક, સીમેન્ટ, પ્લાયવુડ અને ફાર્મા કંપનીઓ પોતાની ઇન્સેન્ટિવ ટૂર માટે મધ્ય એશિયાના દેશો જે પહેલા સોવિયેત યુનિયનમાં આવતા હતા. જેવા કે કિર્ગિસ્તાનની રાજધાની બિશેક, ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ અને અઝરબાઇજાન જેવા શહેરો અત્યારે હોટસ્પોટ બની રહ્યા છે. રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કોર્ડિનેટરનો વ્યવસાય કરતા પ્રતિક ઝિંઝુવાડિયાએ કહ્યું કે, ‘કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના શહેરોમાં પ્રવાસીઓને એટલી જ સુવિધા અને જોવાલાયક સ્થળો છે પરંતુ અહીં એકવાત સારી છે કે બેંગકોકની જેંમ કેટલાક દૂષણ નથી.’જોકે સામાન્ય રીતે બેંગકોક-પટાયા કરતા મધ્ય એશિયાની ટૂર થોડી મોંઘી પડે છે. જેમ કે એક વ્યક્તિ દિઠ બેંગકોકની 4 દિવસની ટૂરના રુ.50000 થાય છે ત્યારે મધ્ય એશિયાનના શહેરની આવી જ ટૂર માટે પ્રતિ વ્યક્તિ રુ.60000 જેટલો ખર્ચ આવે છે. ટૂર ઓપરેટર્સનું કહેવું છે કે થોડો ખર્ચ વધુ આવતો હોવા છતા અનેક કંપનીઓ હવે આ નવા ડેસ્ટિનેશનને પ્રમોટ કરી રહી છે.ટૂર ઓપરેટર્સ મુજબ દર વર્ષે ગુજરાતમાંથી 90000 લોકો કોર્પોરેટ ટૂર પર વિદેશ ફરવા જાય છે. જે પૈકી 40-50 ટકા લોકોએ હવે તેમની નજર મધ્ય એશિયાના શહેરો તરફ દોડાવી છે કેમ કે અહીંના નયનરમ્ય સ્થળો અને સુંદર કલ્ચર લોકોને આકર્ષી રહ્યું છે. તેવી જ રીતે પ્રવાસનો સમયગાળો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમકે દિલ્હીથી તાશ્કંદ હવાઈ મુસાફરી ફક્ત 3 કલાકની જ છે.