બેડ પર પીડાથી કણસતી રાખીએ કહ્યું- ‘ખલીભાઈ, ‘બુલબુલ’ને બોલવો, તે રેસલરની ધોલાઈ કરાવો’, મજાક ઉડવા પર કહ્યું-“હું મરી જઈશ તો પણ લોકોને લાગશે પબ્લિસિટી સ્ટંટછે

0
49
/ENT-GOS-IFTM-actress-rakhi-sawant-want-wrestler-bulbul-take-her-revenge-gujarati-news-5981376-NOR.html
/ENT-GOS-IFTM-actress-rakhi-sawant-want-wrestler-bulbul-take-her-revenge-gujarati-news-5981376-NOR.html

હરિયાણાના પંચકુલામાં CWEના રેસલિંગ મુકાબલમાં વિદેશી રેસલર રેબેલના હુમલાનો શિકાર બનેલી રાખી સાવંત હવે તેનાથી બદલો લેવા માગે છે. રાખીએ કહ્યું કે,”મને હવે તેનાથી ડર લાગવા લાગ્યું છે. હું ઈચ્છું છું કે ખલી પોતાની રેસલર બુલબુલને રેબેલ સાથે લડાવી મારો બદલો લેવડાવે” ઉલ્લેખનીય છે કે, રવિવાર રાતે ઈન્ટરનેશનલ મહિલા રેસલર ધ રેબેલે તેને ઉપાડી રિંગમાં પછડાટ આપી હતી. રાખીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે અંબાલામાં આરામ કરી રહી છે.

મને તેનાથી ડર લાગે છે પરંતુ ખલી ભાઈની મદદથી બદલો લઈશ

– પંચકુલાની હોટલમાં રાખીએ કહ્યું કે,”મને નથી ખબર કે ફિરંગી રેસલર પર કયો ભૂત સવાર હતો. તેણે મને અમુક સમય હવામા રાખી અને અચાનક પટકી દીધી. હું કોઈ રેસલર નથી. મારી પીઠ, પેટ અને લોઅર ભાગમાં ઈજા થઈ છે. ખલી ભાઈ મને જોવા અહીં આવ્યા હતા. તેમની કોઈ ભૂલ નથી. મને તે રેસલરથી ડર લાગે છે પરંતુ ખલી ભાઈ બુલબુલને લાવે અને મારો બદલો છે. તેણે મને પછડાટ આપી છે.”
– અંબાલામાં રાખીએ જણાવ્યું કે, તે બાબા રામ રહીમના વિસ્તારમાં છે. તે તનુશ્રી અથવા મીટુવાળાઓનું ષડયંત્ર હોય. રાખી સાવંત વિદેશી રેસલરથી બદલો લેવા માગે છે અને આ માટે તેણે ફોગાટ સિસ્ટર્સની પણ માફી માગી હતી.
– આ મામલે સોશ્યિલ મીડિયા યુઝર્સે તેની ઠેકડી ઉડાડી તો તેણે કહ્યું કે-“હું મરી જઈશ તો પણ લોકોને પબ્લિસિટી સ્ટંટ જ લાગશે.”
– રાખીની ધોલાઈ પર તેને 2006માં બળજબરીપૂર્વક કિસ કરનાર મિકા સિંહને મસ્તી ચઢચા તેણે લખ્યું હતું કે,”ખલી બલી હો ગયા હૈ દિલ, દુનિયા સે મેરા ખલી બલી હો ગયા હૈ દિલ..મેરા બેટા છા ગયા…#Rakhisawant is rocking in #Wrestling.”
– અગાઉ એક વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે, વિદેશી રેસલરે ભારતીય મહિલાઓને પડકાર આપ્યો હતો, જોકે આ સમયે રાખીને તેણે ડાન્સમાં હરાવી શકવાની વાત પણ કરી હતી. પરંતુ રિંગમાં ગયેલી રાખી સાથે ડાન્સ કર્યા બાદ રિબેલે અચાનક રાખીને ઉંચકીને પટકી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટર્સે રાખીને અમુક દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
– રાખીએ વિદેશી રેસલર સામે જે ‘બુલબુલ’ને લડાવવાની વાત કરી છે તે વાસ્તવમાં ખલીની એકેડમીની સ્ટુડન્ટ છે. દિલ્હીની ‘બુલબુલ’ રેસલરનું વજન 100 કિલો છે. ખલી ભારતમાં નવા રેસલિંગ સુપરસ્ટાર્સની ખોજ કરી રહ્યો છે અને આ માટે જ તેણે જાલંધરમાં કોન્ટિનેંટલ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (CWE) નામથી એકેડમી શરૂ કરી છે. અહીં તે WWE માટે યુવાઓને ટ્રેન કરે છે.