બૉબી ડેરામાં: MX પ્લેયરની આ વેબ-સિરીઝનું ડિરેક્શન પ્રકાશ ઝા કરશે

0
10

ડિરેક્ટલી નહીં, પણ ઇનડિરેક્ટલી ગુરમીત રામ રહીમ સિંહ પર આધારિત અને MX પ્લેયર માટે તૈયાર થનારી વેબ-સિરીઝ ‘ડેરા’નો લીડ ઍક્ટર ફાઇનલી સાઇન થયો.

પ્રકાશ ઝા દિગ્દર્શિત આ વેબ-સિરીઝ બૉબી દેઓલ કરશે. બૉબી ગુરમીતનું કૅરૅક્ટર કરશે કે પછી ગુરમીતને ખુલ્લા પાડનારા જર્નલિસ્ટનું એ બાબતમાં કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો પણ એટલું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બૉબી પ્યૉરલી હરિયાણવી કૅરૅક્ટર કરશે.

ગુરમીત રામ રહીમ સિંહના ધાર્મિક સંસ્થાનનું નામ ડેરા સચ્ચા સૌદા હતું, જેના પરથી આ વેબ સિરીઝનું નામ ‘ડેરા’ રાખવામાં આવ્યું છે. પ્રકાશ ઝાની આ પહેલી વેબ સિરીઝ છે જ્યારે બૉબી દેઉલની આ બીજી વેબ-સિરીઝ થશે. 

બૉબીએ ઑલરેડી શાહરુખ ખાનની કંપનીની એક વેબ-સિરીઝ સાઇન કરી છે, જેનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે. એ વેબ-સિરીઝ નેટફ્લિક્સ માટે બનશે.