બૉબી દેઉલ કી ફિર સે નીકલ પડી

0
12
‘અપને’ની વિશિષ્ટતા એ છે કે એમાં ધર્મેન્દ્ર, સની અને બૉબી સાથે સનીનો દીકરો કરણ દેઓલ પણ અભિનય કરશે. આનું દિગ્દર્શન ‘હકુમત’, ‘ગદર-એક પ્રેમકથા’ અને ‘અપને’ના અનિલ શર્મા કરશે.
‘અપને’ની વિશિષ્ટતા એ છે કે એમાં ધર્મેન્દ્ર, સની અને બૉબી સાથે સનીનો દીકરો કરણ દેઓલ પણ અભિનય કરશે. આનું દિગ્દર્શન ‘હકુમત’, ‘ગદર-એક પ્રેમકથા’ અને ‘અપને’ના અનિલ શર્મા કરશે.

એક સમયે એટલે કે વચ્ચે થોડો સમય દેઉલ પરિવાર નાના રાજકુમાર બૉબીની કેરિયર સૌથી સુસ્ત ચાલતી હતી. કહો કે ગાડી જ અટકી ગઈ હતી. પરંતુ સલમાન ખાનની સુપર ફલૉપ ‘રેસ-૩’માં ચમક્યા બાદ બૉબીની ગાડી ફરી ધમધમાટ દોડવા માંડી છે.૨૦૨૦માં અનેક ચમરબંધો લૉકડાઉનને લીધે ઘેરભેગા થઈ ગયા, તો બૉબી માટે આ વરસ સૌથી શુકનિયાળ નિવડ્યું. એ જ વરસમાં ઓ.ટી.ટી. પર ‘કલાસ ઑફ ૮૩’ (જેના નિર્માતા છે શાહરૂખ ખાન – ગૌરી ખાન)થી બૉબીનું પદાર્પણ થયું.

કામ મળતું સાવ જ બંધ થઈ જાય. એ અગાઉ ચઢાવ-ઉતાર વચ્ચે આકરો સંઘર્ષ કર્યો દેઉલ પુત્તરે. એક સમયે તો હતાશ થઈને બૉબીએ સ્વીકારી લીધું ય કે પોતાનું કામ હવે તમામ થઈ ગયું છે, પરંતુ અનુભવે મોટો બોધપાઠ આપ્યો કે ક્યારેય હાર માનવી નહિ. હા, કામ પ્રત્યે નિષ્ઠા રાખો અને ખૂબ મહેનત કરો, એટલું તેણે સ્વીકારી લીધું.

વેબ સિરીઝ ‘આશ્રમ’ જે સુપરડુપર હિટ થઈ. એની બીજી સિઝન પણ પહેલી જેવી જ ધમાકેદાર સાબિત થઈ. હવે સૌ પ્રકાશ ઝા દિગ્દર્શિત ત્રીજી સિઝનની પ્રતીક્ષા કરી રહ્યાં છે.

‘રેસ-૩’ બાદ અક્ષયકુમાર સાથે ‘હાઉસફુલ ફોર’ પણ કરી. હકીકતમાં તો ‘રેસ-૩’ બાદ જ રોલની ઓફર આવવા માંડી હતી. અત્યારે પણ બૉબી પાસે ‘લવ હોસ્ટેલ’ અને ‘અપને ટુ’ છે.

એક સમયે ધર્મેન્દ્ર અને પછી સનીને એકદમ વ્યસ્ત જોનારા બૉબીના સારા દિવસો પાછા આવ્યા છે. એક વાત નક્કી કે ઓ.ટી.ટી. થકી ઘણાં કલાકારોનું પુનરાગમન થયું, તો ઘણાં નવોદિતોની પણ લાઈફ બની ગઈ.