બોલ્ડ અને બિનધાસ્ત કંગના ‘ધાકડ’માં ધાક જમાવવા સજ્જ

0
10
કંગનાએ તેનો લુક શેર કરતા લખ્યું હતું કે ‘તે નિડર અને ઉગ્ર છે. તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલા પ્રધાન એકશન ફિલ્મ ‘ધાકડ’ થિયેટર્સમાં રિલીઝ થઇ રહી છે
કંગનાએ તેનો લુક શેર કરતા લખ્યું હતું કે ‘તે નિડર અને ઉગ્ર છે. તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલા પ્રધાન એકશન ફિલ્મ ‘ધાકડ’ થિયેટર્સમાં રિલીઝ થઇ રહી છે

બૉલીવૂડ અભિનેત્રી કંગના રણોટ તેની નવી ફિલ્મ ‘ધાકડ’ને લઇને ચર્ચામાં છે. કંગના રણોટની રિયલ લાઇફ ઇમેજ બિન્ધાસ્ત અને બોલ્ડ અભિનેત્રીની છે. હવે તે ફિલ્મોમાં પણ ઍકશન કરીને તેની ધાક જમાવતી નજરે ચડશે. આ પહેલી ફિલ્મ છે, જેમાં કંગના ખતરનાક ઍકશન અને સ્ટંટ કરતી જોવા મળશે.આ ફિલ્મ પહેલી ઑકટોબરે થિયેટરમાં રિલીઝ થવા જઇ રહી છે. તાજેતરમાં જ ફિલ્મના મુખ્ય પાત્રોએ સોશિયલ મીડિયા પર તેમના લુક જાહેર કર્યા હતા. આ સ્પાઇ-ઍકશન ફિલ્મમાં કંગના રણોટ, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ઇન્ટરનેશનલ ઍકશન ક્રૂ ‘ધાકડફિલ્મમાં કામ કરી રહ્યું છે. આ એક વર્લ્ડ કલાસ સ્પાઇ થ્રિલર ફિલ્મ હશે.‘ધાકડ’માં કંગના લીડ રોલમાં છે. ફિલ્મમાં કંગના રણોટ એક સ્પેશિયલ એજન્ટ અગ્નિના રોલમાં દેખાશે. પોસ્ટરમાં કંગના હાથમાં તલવાર લઇને બેસેલ નજરે ચડે છે. બ્રેકગ્રાઉન્ડમાં લાશોનો ઢગલો દેખાઇ રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર જોઇને કંગનાનો રોલ દમદાર હોય એવું લાગી રહ્યું છે. કંગનાએ તેનો લુક શેર કરતા લખ્યું હતું કે ‘તે નિડર અને ઉગ્ર છે. તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલા પ્રધાન એકશન ફિલ્મ ‘ધાકડ’ થિયેટર્સમાં રિલીઝ થઇ રહી છે પહેલી ઑકટોબરે’.આ ફિલ્મથી અર્જુન રામપાલનો લુક પણ સામે આવ્યો છે, જે નેગેટિવ રોલ ભજવી રહ્યો છે. અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર તેના લુકની એક ઝલક દેખાડી હતી. પોસ્ટરમાં અર્જુન રામપાલ ખતરનાક લુકમાં દેખાઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે રુદ્રવીરના પાત્રમાં નજરે ચડશે, જેનો સામનો કંગનાના પાત્રથી થશે. ફોટોમાં અર્જુન રામપાલ લેધરના જેકેટમાં દેખાઇ રહ્યો છે અને તેના શરીર પર ઢગલાબંધ ટેટૂ નજરે ચડી રહ્યા છે. અર્જુન રામપાલે તેના લુકને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે ‘શેતાનનું નવું નામ રુદ્રવીર. આ ભૂમિકાને લઇને ખૂબ ઉત્સાહિત છું. આ પાત્ર ખતરનાક, ઘાતક અને કૂલ છે. આ રહ્યો મારો પહેલો લુક’. કંગના અને અર્જુન બાદ દિવ્યા દત્તાએ પણ તેનો લુક જાહેર કર્યો છે. ફિલ્મમાં દિવ્યા વિલનના રોલમાં છે. પોસ્ટરમાં દિવ્યા સાડીમાં નજરે ચડી રહી છે. દિવ્યાએ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે ‘આ ખૂબ ખતરનાક છે અને તમને અંદાજો પણ નથી કે કેટલી ખતરનાક હોઇ શકે છે. ફિલ્મ ધાકડથી મારો એક નવો લુક રજૂ કરી રહી છું, જેનું નામ છે રોહિણી’. તમને જણાવી દઇએ કે કંગનાની આ ફિલ્મનું દિગ્દર્શન રજનીશ રૈજીએ કર્યું છે. દીપક મુકુટ અને સોહેલ મલકઇ ફિલ્મના નિર્માતા છે.‘ધાકડ’ ફિલ્મ કોલસાની તસ્કરી પર આધારિત છે, જેમાં કંગના ઇન્ટેલિજન્સ ઑફિસરની ભૂમિકા નિભાવી રહી છે. મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં આવેલી કોલસાની ખાણોમાં ‘ધાકડ’નું શૂટિંગ થયું છે. બૈતૂલમાં કોલસાની તસ્કરી મોટાપાયે થાય છે. અહીંના કોલસાને ઇન્દોર, ભોપાલ સહિત અન્ય વિસ્તારોમાં ખપાવવામાં આવે છે. ફિલ્મમાં કંગના કોલસા તસ્કરો સામે ટક્કર લેતી નજરે ચડશે.