બ્લૅક ટૉર્નેડો બનશે દિવ્યાંકા પતિ વિવેકની પહેલી વેબ-સિરીઝ

0
62

AltBalaji પ્લૅટફૉર્મની નવી વેબ-સિરીઝ માટે એકતા કપૂરે હવે તેની ફેવરિટ ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના હસબન્ડ વિવેક દહિયાની પસંદગી કરી છે.

દિવ્યાંકા સાથે એકતાએ અનેક સિરિયલ પણ કરી અને હમણાં જ તેણે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ વેબ-સિરીઝ પણ કરી તો હવે તે વિવેક સાથે ‘બ્લૅક ટૉર્નેડો’ કરવાની છે.

‘બ્લૅક ટૉર્નેડો’ની વાર્તા મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પર આધારિત છે.

‘બ્લૅક ટૉર્નેડો’ ઑલરેડી પ્રોડક્શન-હાઉસ કૉન્ટિલો બનાવી રહ્યું હતું, પણ હવે એમાં સાથે એકતા કપૂર પણ જોડાઈ ગઈ છે.


વિવેક દહિયાની આ પહેલી વેબ-સિરીઝ છે.

આ અગાઉ વિવેકની પસંદગી તેની વાઇફ દિવ્યાંકા સાથે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ કરવામાં આવી હતી,

પણ થોડા સમય પછી વિવેકે વેબ-સિરીઝ છોડી દેતાં રાજીવ ખંડેલવાલ જૉઇન થયો હતો.