‘ભલે પીવો પણ પોટલીઓ વ્યવસ્થિત જગ્યાએ મૂકો’, ભરૂચના ભાજપી સાંસદનો બફાટ

0
105
/MGUJ-VAD-HMU-LCL-you-should-choose-proper-place-for-drinking-liquar-gujarati-news
/MGUJ-VAD-HMU-LCL-you-should-choose-proper-place-for-drinking-liquar-gujarati-news

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા વારંવાર તેમનાં ઉચ્ચારણોને કારણે વિવાદમાં આવી જાય છે. ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે ત્યારે ભાજપનાં આ સાંસદ મોટા ભાગે દારૂનાં નિવેદનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આજે તેમણે ભરૂચમાં યોજાયેલા સ્વચ્છતા પખવાડિયાના એક કાર્યક્રમમાં “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!” તેમ કહેતા તે ફરી એક વખત કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે તેમનો કહેવાનો ઈરાદો કોઈને ટાર્ગેટ કરવાનો નહોતો પરંતુ સાંસદ તરીકે તેમનાં મુખેથી કહેવાયેલા આ શબ્દો લોકોમાં ચર્ચાનો વિષય થઈ ગયો છે.ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત રાજ્ય સરકારની દારૂ બંધીનાં કડક વલણનો છેદ ઉડાવી ભાંગરો વાટ્યો હતો. આજે ભરૂચ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન સમયે સાંસદ હાજર રહ્યા હતા. જાતે જ સફાઈ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. ત્યાં તેમણે “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!” એમ કહેતા તે કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે તે આ વાત હળવાશના મૂડમાં કહી રહ્યાં હતા. પરંતુ એક સાંસદ તરીકે તેમનું આમ કહેવું કેટલું યોગ્ય છે તે અંગે લોકોમાં હાલ ચર્ચા થઈ રહી છે.