ભાદરવી પૂનમના મેળામાં ડખો: અંબાજી સતત ચોથા દિવસે સજ્જડ બંધ, યાત્રાળુઓ પરેશાન

0
113
UGUJ-BSK-OMC-LCL-disturbance-created-in-bhadrvi-poonam-fair-on-4th-day-ambaji-still-closed-gujarati-news-
UGUJ-BSK-OMC-LCL-disturbance-created-in-bhadrvi-poonam-fair-on-4th-day-ambaji-still-closed-gujarati-news-

અંબાજીમાં પ્લાસ્ટિક પર પાબંદી ફરમાવતાં આક્રમક બનેલા વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. ચોથા દિવસે પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે.પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. શનિવારે વેપારીઓએ રસ્તા પર ટાયરો સળગાવતાં પોલીસે 9 વેપારીઓની અટકાયત કરી છે. વેપારીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી આપી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા અને અટકાયત કરાયેલા વેપારીઓને મુક્ત કરવાની માંગ સાથે વેપારીઓ બંધ રાખવા મક્કમ બન્યા છે. બીજી તરફ વહિવટી તંત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા તૈયાર નથી. ત્રણ ત્રણ દિવસ સુધી આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતાં પદયાત્રીકો હાલકી વેઠી રહ્યા છે.અટકાયત કરાયેલા વેપારીઓને મુક્ત નહીં કરાય ત્યાં સુધી બજારો બંધ રાખવાની વેપારીઓની ચીમકી, યાત્રાળુઓ પરેશાન
ભાદરવી પૂનમના મહામેળામાં પ્લાસ્ટિક પર અને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વિરોધમાં તમામ વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી અંબાજી બંધ રાખીને બેઠા છે અને શનિવારે અંબાજીની વિરોધની વચ્ચે ટાયરો બાળી અને રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેમાં 9 વેપારી અગ્રણીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી તેમજ 20 વેપારીઓ સહિત 350 ના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં રવિવારે અંબાજી સતત ત્રીજા દિવસે પણ પ્લાસ્ટિકના વિરૂધ્ધમાં સજ્જડ બંધ રહ્યું હતું. જ્યાં સુધી આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે અને વેપારીને મુક્ત નહીં કરાય ત્યાં સુધી અંબાજીના તમામ વેપારીઓ અંબાજી બંધ રાખી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અંબાજી બંધ રહેતાં યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે.

20 નામ જોગ અને ટોળા સામે ગુનો
ગૌતમભાઇ રાયમલજી જૈન, આકાશભાઇ જનકભાઇ ઠાકર, દિનેશકુમાર નાનાલાલ પૂજારા, ગણેશભાઇ રામાજી વણજારા, સુરેશભાઇ હજારી ભાઇ વણજારા, આંસુભાઇ સુખદેવપ્રસાદ અગ્રવાલ, મનન રાકેશભાઇ માળી, આશિષભાઇ વસંતભાઇ પટેલ, લોકેશભાઈ મહેન્દ્રભાઇ પટેલ,મનીષ રતનાલાલ જોશી, અમિત વસંતલાલ પટેલ, લક્ષ્મણ ઠાકોર, અશોકભાઇ શંકરભાઇ વણજારા, સાહિલખાન રફીકખાન પઠાણ, દિનેશભાઇ હીરલાલ મહેતા, ભાવેશભાઈ જગદીશભાઇ જોશી, ગણેશભાઇ રામુ વણઝારા,જયેશભાઇ આકાજી વણજારા,જયમીન પ્રવિણભાઇ મોરી,લક્ષ્મણરામ માંગીલાલ તેલી તેમજ અન્ય 350નું ટોળું

વેપારીઓ ઉત્પાતનહીં મચાવે તો વધુ અટકાયત નહીં થાય
યાત્રિકોની સુખાકારીને ધ્યાનમા રાખીને અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી રહી છે. વેપારીઓ યાત્રિકોને ખલેલ પહોંચે તે રીતે ઉત્પાત નહીં મચાવે તો વધુ અટકાયત કરવામાં નહીં આવે. પ્રદીપ સેજુળ ,એસપી

હાલ યાત્રિકોની સુરક્ષા અને સલામતી મહત્વનો મુદ્દો
અંબાજીમાં લાખો પદયાત્રીકો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે યાત્રિકોની પડખે વહિવટીતંત્ર છે.યાત્રિકોની સુરક્ષા અને સલામતી એ મહત્વનો મુદ્દો છે. સંદિપ સાગલે, કલેકટર

UGUJ-BSK-OMC-LCL-disturbance-created-in-bhadrvi-poonam-fair-on-4th-day-ambaji-still-closed-gujarati-news-
UGUJ-BSK-OMC-LCL-disturbance-created-in-bhadrvi-poonam-fair-on-4th-day-ambaji-still-closed-gujarati-news-