ભારતમાં 23.55 લાખ લોકોને અપાઈ વેક્સીન, હાલમાં માત્ર 1.73 લાખ એક્ટિવ કેસ

0
9
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધીમાં 23.55 લાખથી વધુ લોકોને રસીઆપવામાં આવી ચૂકી છે. બીજી તરફ દેશમાં સંક્રમણનું જોર પણ નબળું પડી રહ્યું હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,666 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19)ના કારણે 123 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,01,193 થઈ ગઈ છે. બીજી તરફ, ભારતમાં કોવિડ-19 ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 73 હજાર 606 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,301 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,73,740 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,53,847 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.