ભારતે અસંભવ લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે : રાષ્ટ્રપતિ કોવિંદ

0
9
સરકારે તમામ વિરોધી દળોને કહ્યું છે કે તેઓ અભિભાષણનો બહિષ્કાર ના કરે, તમામ મુદ્દાઓ પર સર્વદળીય બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. કૉંગ્રેસ અને 15 દળો એક સાથે રાષ્ટ્રપતિની સ્પીચનો બહિષ્કાર કરશે.
  • રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, મહામારીની વિરુદ્ધ આ લડાઈમાં આપણે અનેક દેશવાસીઓને અસમય ગુમાવ્યા પણ છે. આપણા સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરાના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે અસમય આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું

નવી દિલ્હી: આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે સત્રની શરૂઆત થશે. બજેટથી પહેલા નાણાકીય વર્ષ 2020-21ના ઇકોનોમિક સર્વેને આજે એટલે કે શુક્રવારના સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇકોનોમિક સર્વે વર્તમાન નાણાકીય વર્ષનો ચિતાર હોય છે. રાષ્ટ્રપતિની સ્પીચ પહેલા સરકારે વિરોધ પક્ષને મનાવવાનો પ્રયત્ન કર્યો. સરકારે તમામ વિરોધી દળોને કહ્યું છે કે તેઓ અભિભાષણનો બહિષ્કાર ના કરે, તમામ મુદ્દાઓ પર સર્વદળીય બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. કૉંગ્રેસ અને 15 દળો એક સાથે રાષ્ટ્રપતિની સ્પીચનો બહિષ્કાર કરશે. આપ અને શિરોમણિ અકાલી દળ અલગ-અલગ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે. રાષ્ટ્રપતિના ભાષણની સાથે આજે સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રનું પહેલું ચરણ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા સત્રમાં 12 બેઠક હશે. બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ તમામ સાંસદોને સહયોગની અપીલ કરી. પીએમે કહ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ સત્ર સારું હશે, દરેક મુદ્દા પર ચર્ચા થશે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દશક ઘણું મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જોવામાં આવેલા સપનાને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રની સામે સોનેરી તક છે.