ભારત માતાના મહાન સપૂત હતા ડો. હેડગેવારઃ પ્રણવ મુખર્જી

0
475
.pranab-mukherjee-visited-the-dr-hedgewars-house-in-nagpur-
.pranab-mukherjee-visited-the-dr-hedgewars-house-in-nagpur-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધન પહેલા આરએસએસ સંસ્થાપક ડો. હેડગેવારને ‘ભારતના સાચા સપૂત’ બતાવ્યા હતા.ગુરુવારે ડો. કેશવ બલિરામ હેડગેવરના જન્મસ્થળે પહોંચેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિઝિટર બુકમાં લખ્યું, આજે હું અહીંયાં ભારત માતાના એક મહાન સપૂત પ્રત્યે પોતાનું સમ્માન જાહેર કરવા અને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.’ પ્રણવ આ બાદ સાંજે સાડા છ વાગ્યે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા કેડરને સંબોધિત કરવાના છે. લગભગ 5 દાયકાથી કોંગ્રેસની રાજનીતિ કરનારા પૂર્વ રાષ્ટ્રપતિનું સંઘના કાર્યક્રમમાં ભાગ લેવું અનપેક્ષિત માનવામાં આવી રહ્યું હતું. તેઓ ગુરુવારે રાત્રે 9.30 કલાક સુધી સંઘના હેડક્વોર્ટરમાં ઉપસ્થિત રહેશે.ખાસ વાત એ છે કે મુખર્જી કોંગ્રેસના નેતા તરીકે હિન્દુત્વની વિચારધારા અને સાંપ્રદાયિકતાના આરોપોને કારણે RSSના મોટા ટીકાકાર રહ્યા છે. એવામાં હવે આ જાણવું ખાસ રહેશે કે જ્યારે આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ ઉપસ્થિત રહેવા પર તેમનું ભાષણ શું હશે.જણાવી દઈએ કે રાજનીતિનો મોટો હિસ્સો રહેલી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શામેલ થવા પર કેટલાક લોકો ખુશ નથી. તેમનું માનવું છે કે તેનાથી સંઘની કટ્ટર હિન્દુત્વની વિચારધારાને માન્યતા મળશે. તો એક અન્ય વર્ગનું કહેવું છે કે રાજનીતિક વિરોધ વચ્ચે આવું જોડાણ લોકતંત્ર માટે જરૂરી છે. કારણ કે આવું ન થવા પર ઘણીવાર રાષ્ટ્રહિતને નુકસાન પહોંચે છે