ભારત- રશિયા વચ્ચે S-400 મિસાઇલ ડીલ સહિત 8 સમજૂતી કરાર; રશિયાની મદદથી પૂરું થશે મિશન

0
17
news/NAT-HDLN-talks-between-modi-and-putin-can-be-final-the-s-400-deal-of-37-thousand-crore-rupees-gujarati-news-59
news/NAT-HDLN-talks-between-modi-and-putin-can-be-final-the-s-400-deal-of-37-thousand-crore-rupees-gujarati-news-59

ગગનયાન- મોદીપીએમ મોદીએ કહ્યું કે, રશિયાની સાથે પોતાના સંબંધોને ભારતે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિક આપી છે. ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોદી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે.

ભારત અને રશિયા વચ્ચે બહુપ્રતિક્ષિત S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડીલના સમજૂતી કરાર થઈ ગયા છે. આ ડીલ અંતર્ગત ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 5 સેટ ખરીદશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વીપક્ષીય વાર્તા પછી નવી દિલ્હીમાં આ ડીલ પર સમજૂતી કરાર થયા છે. આ સહિત ભારત અને રશિયા વચ્ચે કુલ 8 સમજૂતી કરાર થયા છે.

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું પીએમ મોદીએ?

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અમે એક એવા દેશના રાષ્ટ્રપતિના સ્વરૂપમાં તમારું સ્વાગત કરી રહ્યા છીએ જેમની સાથે અમારે અદ્ભુત સંબંધો છે. પુતિન દ્વારા સોચી સમિટમાં આયોતિ સંમેલનથી બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, રશિયાની સાથે પોતાના સંબંધોને ભારતે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિક આપી છે. ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોજી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે.

તેમણે કહ્યું કે, ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહેશે. ભારતનું આગામી લક્ષ્ય ભારતના મિશન ગગનયાનને અંતરિક્ષમાં મોકલવાનું છે. તેમાં રશિયા અમારી પૂરતી મદદ કરશે. પીએમએ કહ્યું કે, ભારત અને રશિયા ઝડપથી બદલાતા વિશ્વમાં ઘણાં મહત્વના રોલ નીભાવી શકે છે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, BRICS, આસિયાન જેવા સંગઠનોમાં બંને દેશની ભૂમિકા મહત્વની છે. વડાપ્રધાને કહ્યું કે, બંને દેશોનો પ્રયત્ન છે કે, અમે સીધા બંને દેશોના લોકોને સાથે લાવ્યા છીએ.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, આજે બંને દેશો વચ્ચે આંતરિક અને વૈશ્વિર હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો સુરક્ષા-રક્ષા -વેપાર ક્ષેત્રમાં મળીને કામ કરશે. પુતિને જાહેરાત કરી છે કે, બંને દેશોએ 2025 સુધીમાં 30 બિલિયન ડોલર સુધીનો વેપાર સંબંધ બનાવવાનું નક્કી કર્યું છે.

રાષ્ટ્રપતિ પુતિને બ્લાડિવોસ્ટક ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ગેસ ઉત્પાદનમાં ભારતને યોગ્ય કિંમત ઉપર સુવિધા પુરી પાડવામાં આવશે. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ભારતમાં રશિયાની કંપની કામ કરવા માટે તૈયાર છે.

પુતિને જાહેરાત કરી છે કે, આતંકવાદ સામે ભારતની ચિંતાઓમાં રશિયા પણ સહમત છે. આતંકવાદ વિરોધી અભ્યાસમાં બંને દેશ એકબીજાને મદદ કરશે. ભારતના વિદ્યાર્થીઓ માટે રશિયા સ્કોલરશિપ આફવામાં આવશે જ્યારે રશિયન પર્યટકોની સંખ્યામાં વધારો થવાથી પણ બંને દેશો વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે.

પુતિનની આ મુલાકાતથી ભારતને વૈશ્વિક સ્તરે મળશે એક નવી તાકાત

પુતિનની આ મુલાકાતથી ભારતને એક નવી તાકાત મળશે જેથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારે મોટું થશે. પુતિનની આ મુલાકાત ઉપર અમેરિકાની પણ કડક નજર છે. અમેરિકાને ભારત-રશિયાની આ મિત્રતા પસંદ નથી. બીજી બાજુ પાકિસ્તાનની પણ આ મુલાકાત ઉપર નજર છે.

પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની મહત્વની ખરીદી-કરાર ન કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.

ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા પુતિન

પુતિન ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. એરપોરર્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી મોદીએ તેમના સરકારી આવાસ પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના માટે ખાસ ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ડિનર પર મોદી અને પુતિન વચ્ચે ઘણી અનઔપચારિક ચર્ચા પણ થઈ હતી.

અંદાજે 20 સમજૂતી કરાર થવાની શક્યતા

પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે. આશા છે કે આજે 5 ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપે.

જો ભારતને S-400 ડિફેન્સ સિસ્ટમ મળશે તો તે કાઉંટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રૂ સેંકશન એક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ એક્ટ અંતર્ગત અમેરિકી સાંસદ (કોંગ્રેસે) રશિયા પાસેથી હથિયાર ખરીદવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. જોકે અમુક અમેરિકન સાંસદોનું કહેવું છે કે, આ કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી ખાસ છૂટ મળી શકે છે.

ભારતનું માનવું છે કે, આ ડીલમાં કોઈ તકલીફ નથી

ભારતે પણ સંકેત આપ્યા છે કે, અમેરિકન પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. તાજેતરમાં ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણે કહ્યું છે કે, ભારતે તેની સંપ્રુભતા જાળવી રાખી છે. તેના જ અંતર્ગત ભારતના અન્ય દેશો સાથેના સંબંધો જળવાયેલા છે. રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્ર પેસકોવે કહ્યું છે કે, ભારત સાથેની વાતચીતમાં અમારો એજન્ડા સૈન્ય-ટેક્નોલોજીમાં મદદનો રહેશે. મોદી અને પુતિન વચ્ચે વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, અંતરિક્ષ અને પર્યટન જેવા ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થશે. મોદી મે મહિનામાં રશિયાના સોચી ગયા હતા. જ્યાં તેમની ઘણાં મુદ્દાઓ પર અનઔપચારિક વાતચીત થઈ હતી.

 news/NAT-HDLN-talks-between-modi-and-putin-can-be-final-the-s-400-deal-of-37-thousand-crore-rupees-gujarati-news-59
news/NAT-HDLN-talks-between-modi-and-putin-can-be-final-the-s-400-deal-of-37-thousand-crore-rupees-gujarati-news-59