ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી પદના શપથ લીધાછત્તીસગઠમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીતીને

0
5
bhupesh baghel election shapath first time
bhupesh baghel election shapath first time
bhupesh badhel first time electin

ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી પદના શપથ લીધાછત્તીસગઠમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીતીને કોંગ્રેસે અહીં સરકાર બનાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા ભૂપેશ બઘેલ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે. સોમવારે સાંજે તેમણે રાયપુરમાં આયોજીત સમારોહમાં પદ અને ગૃપ્તતાના શપથ લીધાં. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગૃપ્તતાના શપથ લેવડાવ્યા. ભૂપેશ બઘેલ સિવાય કોંગ્રેસના સિનિયર નેતા ટી.એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સાહૂએ પણ શપથ લીધાં.

શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ પણ હાજર રહ્યાં હતા. આ સિવાય આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ પહોંચ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, તેમજ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખડગે, પી.એલ.પુનિયા, ફારૂખ અબ્દુલ્લા, તેજસ્વી યાદવ હાજર રહ્યાં.

છત્તીસગઢમાં પડી રહેલા સતત વરસાદના કારણે નવા મુખ્યમંત્રીના શપથ સમારોહનું સ્થાન બદલવામાં આવ્યુ. સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યું કે, શપથ સમારોહ પહેલા સાઇન્સ કોલેજમાં યોજાવાનો હતો પરંતુ વરસાદના કારણે બલબીર જુનેજા ઇન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.