મંદીની અસર ભારતમાં સહુથી વધારે : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો ખુલાસો

0
14

દેશમાં હાલ આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે, મોદી સરકાર આર્થિક મોરચે સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ નિષ્ફળ ગઈ છે અને તેથી જ મોદી સરકાર બધાને આર્થિક લાભો આપીને સહુને ખુશ રાખવા માંથી રહી છે જેના ભાગરૂપે ગઈ કાલે જ કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫% નો જંગી વધારો કરીને ખુશ કરી દીધા છે, પરંતુ આઈએમએ ભારતના અર્થતંત્ર માટે વધુ એક ખરાબ આગાહી કરી છે. આઈએમએફના વાળાએ આગાહી કાંતિ છે ભારત જેવા ઉભરતા અર્થતંત્રમાં મંદીની અસર હજુ વધુ ઘેરી બનશે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના વડાએ આર્થિક મંડી અંગે ચેતવણી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મંદીની અસર ભારત માં સહુથી વધુ છે અને આગામી સમયમાં પણ થશે. આ ખુલાસો ભારત સરકાર અને દેશવાસીઓ માટે ચોંકાવનારો હશે, કારણકે કેન્દ્ર સરકાર દેશમાં મંડી ચાલી રહી છે એવું માનવ જ તૈયાર નથી અને બધું બરાબર છેની પોકળ વાતો કરી રહી છે, પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સર્વેક્ષણ મુજબ ભારત સહુથી વધુ ઝડપથી વિકાસ પરંતુ અર્થતંત્ર હોઈ, મંદીની સહુથી વધુ અસર ભારત માં છે અને આગામી સમયમાં પણ જોવા મળશે.

આઈએમએફના કહેવા મુજબ વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૯૦% દેશોમાં ગ્રોથ રેટ ઓછો હશે, વૈશ્વિક અર્થતંત્ર હવે મંદીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ ભારતર વિકાસશીલ દેશ હોઈ, ભારત પાર આ મંદીની અસર વધુ થશે. બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી ક્રિશટલિનને તાજેતરમાં જ આઈએમએફના વડા નીમવામાં આવ્યા છે ત્યારે આઈએમએફ અને વર્લ્ડ બેન્કની બેઠક બાદ આગામી સપ્તાહમાં બંને સંસ્થો વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાના અંદાજ રજુ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના અર્થતંત્ર રીતે છેલ્લા ઘણા સમયથી આ રીતની ગંભીર આગાહીઓ થઇ રહી છે જે સાંભળીને અર્થશાસ્ત્રીઓ પણ ગંભીર ચિંતામાં મુકાયા છે, પરંતુ કેન્દ્ર સરકાર મગનું નામ મારી નહિ પાડીને બધું બરાબર હોવાના દવાઓ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. હાલ તો માંચોદી સરકાર લોકોને વધારેમાં વધારે આર્થિક લાભો આપીને ખુશ કરી રહી છે પરંતુ આમ ક્યાં સુધી વાસ્તવિકતાથી દૂર ભાગીને લોકોને ખુશ કરતી રહેશે એ જોવું રહ્યું