મકતમપુરામાં છ ટેનામેન્ટના બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયા

0
12
પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આશારામ આશ્રમના કબજામાં રહેલા મેગીબા સોસાયટી પાસેથી નીકળતા ૧૨ મીટર પહોળા અને ૩૦૦ મીટર લાંબા રસ્તા પરના દબાણો એસ્ટેટ વિભાગે દુર કર્યા છે.
પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આશારામ આશ્રમના કબજામાં રહેલા મેગીબા સોસાયટી પાસેથી નીકળતા ૧૨ મીટર પહોળા અને ૩૦૦ મીટર લાંબા રસ્તા પરના દબાણો એસ્ટેટ વિભાગે દુર કર્યા છે.

અમદાવાદ :શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા વગર પરવાનગીએ બાંધવામાં આવેલાં છ ટેનામેન્ટના બાંધકામ તોડી પાડી ૬૪૫૮ ચોરસફૂટ ક્ષેત્રફળની જગ્યા દબાણમુકત કરી છે.આ અંગે દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મકતમપુરા વોર્ડમાં નરીમાનપુરા ગામ પાસે ફતેવાડી સર્વે નંબર-૧૯૧થી ૧૯૫ પૈકીમાં છ જેટલા રહેઠાણ પ્રકારના ટેનામેન્ટ વગર પરવાનગીએ બાંધી દેવામાં આવ્યા હતા.બાદમાં આ બાંધકામ દુર કરવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટીસ અપાયા પછી પણ બાંધકામ દુર ના કરવામાં આવતા જેસીબી સહીત દબાણની ગાડીઓ અને મજુરોની મદદથી આ બાંધકામ દુર કરાયા છે.પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આશારામ આશ્રમના કબજામાં રહેલા મેગીબા સોસાયટી પાસેથી નીકળતા ૧૨ મીટર પહોળા અને ૩૦૦ મીટર લાંબા રસ્તા પરના દબાણો એસ્ટેટ વિભાગે દુર કર્યા છે.ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં વિસત-તપોવન રોડ પરના તથા મૈત્રી સર્કલથી જનતાનગર ગાર્ડન સુધીના દબાણ પણ દુર કરવામાં આવ્યા છે.