મગદળ

0
11

સામગ્રી
☞ ૫૦૦ ગ્રામ મગની દાળ
☞ ૨૫૦ ગ્રામ ઘી
☞ ૩૫૦ ગ્રામ ખાંડ
☞ ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
☞ ૧ ટેબલસ્પૂન બદામની કતરણ

રીત 
મગની દાળને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકવી.
એને ઠંડી કરી લોટ તૈયાર કરો.
એક વાસણમાં ઘી અને સાકરને ફીણી એમાં ધીરે-ધીરે લોટ ઉમેરવો અને મિશ્રણ ભેગું કરતા જવું.
એલચીનો ભૂકો નાખી મિક્સ કરવું.
નાના-નાના પેંડા તૈયાર કરી બદામની કતરણથી ગાર્નિશ કરો.