મણિ રત્નમ દેશના બ્રિલિયન્ટ ફિલ્મમેકર છે : ઐશ્વર્યા રાય બચ્ચન

0
27

ઐશ્વર્યા રાય બચ્ચને મણિ રત્નમની પ્રશંસા કરતાં તેમને બ્રિલિયન્ટ ફિલ્મમેકર જણાવ્યા છે. ઐશ્વર્યાએ તેમની સાથે ‘ઇરુવર’, ‘ગુરુ’ અને ‘રાવણ’માં કામ કર્યું હતું.

તે હવે જલદી જ મણિ રત્નમ સાથે ફરી એક વાર કામ કરવાની છે.

તેમની સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત ઐશ્વર્યાએ કહ્યું હતું કે ‘તેમની સાથે કામ કરવાનો અનુભવ ફરી એક વાર લેવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.

મણિ મારા ગુરુ છે. તેઓ આપણા દેશના ખૂબ જ અદ્ભુત ડિરેક્ટર છે.

મારી કરીઅરની શરૂઆતમાં જ મને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. ત્યાર બાદ પણ અમે અનેક વાર સાથે કામ કર્યું છે.

તેમના જેવા બ્રિલિયન્ટ ફિલ્મમેકરની સાથે કામ કરવાની તકને હું તત્પરતાથી હા કહી દઉં છું.’