મતદારોના ઓળખપત્ર આજથી ડિજિટલ થશે

0
10
મતદારો સંબંધિત વૅબસાઈટ પરથી મોબાઈલ ફોન કે પર્સનલ કમ્પ્યૂટર મારફતે પોતાનું વૉટર આઈડી (મતદાર ઓળખપત્ર) ડાઉનલૉડ કરી શકશે
મતદારો સંબંધિત વૅબસાઈટ પરથી મોબાઈલ ફોન કે પર્સનલ કમ્પ્યૂટર મારફતે પોતાનું વૉટર આઈડી (મતદાર ઓળખપત્ર) ડાઉનલૉડ કરી શકશે

નવી દિલ્હી: રાષ્ટ્રીય મતદાર દિને એટલે કે પચીસમી જાન્યુઆરી-સોમવારથી ચૂંટણી પંચ મતદારોના ઓળખપત્ર ડિજિટલ કરવાનું શરૂ કરશેકાયદા પ્રધાન રવીશંકર પ્રસાદ આ યોજનાનો આરંભ કરશેપાંચ નવા મતદારને તેઓ નવો ઈલેક્ટ્રોનિક ફૉટો આઈડેન્ટિટિ કાર્ડ (ઍપિક) આપશે, એમ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.વૉટર આઈડીની સ્થૂળ નકલની પ્રિન્ટ કાઢી મતદારો સુધી પહોંચાડવામાં સમય વેડફાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ યોજનાનો મુખ્ય આશય મતદારોને નવો ‘ઍપિક’ ઝડપથી પહોંચાડવાનો છે.હાલ, આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ ડિજિટલ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે.વર્ષ ૧૯૯૩માં શરૂ કરવામાં આવેલા વૉટર આઈડી મતદારની ઓળખ અને સરનામાના પુરાવા તરીકે સ્વીકાર્ય રહેશે, એમ તેમણે કહ્યું હતું. ચૂંટણી પંચની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપ ડિજિટલ ફૉર્મેટમાં વૉટર કાર્ડ આપવાનું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.દેશને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો તેના એક દિવસ અગાઉ એટલે કે ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હતું.છેલ્લાં કેટલાક વરસથી પચીસમી જાન્યુઆરીની રાષ્ટ્રીય મતદાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.મતદારો સંબંધિત વૅબસાઈટ પરથી મોબાઈલ ફોન કે પર્સનલ કમ્પ્યૂટર મારફતે પોતાનું વૉટર આઈડી (મતદાર ઓળખપત્ર) ડાઉનલૉડ કરી શકશે.મતદારો તેમાં કોઈ ફેરફાર નહિ કરી શકે અને ડિજિટલ લૉકરમાં તેને સાચવી શકશે.મતદારો પીડીએફ ફૉર્મેટમાં તેની પ્રિન્ટ પણ કઢાવી શકશે.વૉટર આઈડી માટેની નવી અરજીઓને સંબંધિત વહીવટકર્તાઓ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ અરજકર્તા ડિજિટલ ફૉર્મેટમાં તેનું ઓળખપત્ર મેળવી શકશે.નવા મતદારો તેમના મોબાઈલ પરથી તેમનું વૉટર આઈડી ડાઉનલૉડ કરી શકશે.યોજના મુજબ ઈલેક્ટ્રોનિક ફૉટો આઈડેન્ટિટી કાર્ડ (ઍપિક)ના ડિજિટલ ફૉર્મેટમાં મતદારની માહિતી ધરાવતા જુદા જુદા બે ક્યૂઆર કૉડ હશે.એક ક્યૂઆર કૉડમાં મતદારનું નામ અને ચોક્કસ વિગતો તો બીજા ક્યૂઆર કૉડમાં મતદારની અન્ય વિગતો હશે.ઍપિકની ડાઉનલૉડ કરેલી આવૃત્તિમાં ક્યૂઆર કૉડમાં સંગ્રહાયેલી માહિતીને આધારે મતાધિકાર આપી શકાશે.એક વખત ચૂંટણી પંચ આ યોજના અમલ મૂકશે ત્યાર બાદ વિદેશી મતદારો પણ તેમનો ‘ઍપિક’ ડાઉનલૉડ કરી શકશે. હાલને તબક્કે તેમને વૉટર આઈડીની સ્થૂળ નકલ આપવામાં નથી આવતી.અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયેલા અને નવી જગ્યાએ મતદારયાદીમાં નામ ઉમેરવા ઈચ્છતા મતદારોને પણ આ સુવિધાને કારણે મદદ મળશે.આ ઉપરાંત જેના વૉટર આઈડી ખોવાઈ ગયા છે અને નવા આઈડી માટે અરજી કરી છે તેઓ પણ એ માટેની તેમની અરજી મંજૂર થઈ ગયા બાદ આ સેવાનો ઉપયોગ કરી શકશે.આ યોજના બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.પહેલો તબક્કો ૨૫થી ૩૧ જાન્યુઆરી સુધીનો હશે અને એ દરમિયાન વૉટર આઈડી માટે અરજી કરનાર તમામ નવા મતદાર અને ફૉર્મ-૧૬ મારફતે પોતાનો મોબાઈલ રજિસ્ટર કરનાર તેમના મોબાઈલ નંબરને પ્રમાણિત કરીને ‘ઍપિક’ ડાઉનલૉડ કરી શકશે.સૂત્રોના જણાવ્યાનુસાર દેશમાં પાંચ રાજ્યની યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ દેશભરના મતદારો માટે આ સેવા ઉપલબ્ધ બનશે.