મને દબાવવાનો, ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે : રાહુલ

0
5
અમદાવાદ, તા.૧૨ એડીસી બેંકના માનહાનિ કેસમાં અમદાવાદની ઘીકાંટા સ્થત મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર થયા બાદ અને કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતી તીખી પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખોટા કેસમાં ફસાવી મને દબાવવના અન ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ભાજપ સત્તા અને પૈસાના જારે દૂરપયોગ કરી રહી છે. હું લોકશાહી હિતમાં સત્યની લડાઇ લડી રહ્યો છું. દરમ્યાન રાહુલ ગાંધીએ ફરી એકવાર તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. રાહુલ ગાંધી આજે એક સામાન્ય માણસની જેમ કોંગ્રેસના નેતાઓની સાથે અમદાવાદની એક સામાન્ય હોટલમાં જમ્યા હતા. તેઓ કોર્ટની પ્રક્રિયામાં અને કોર્ટ કાર્યવાહીમાં પૂરા આદર સાથે સહકાર આપતાં જાવા મળ્યા હતા. તેમણે કોર્ટ પરિસરમાં પણ કોઇ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપવાનું ટાળ્યું હતું. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સીધા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. બીજીબાજુ, આજે રાહુલ ગાંધી કોર્ટમાં માનહાનિ કેસમાં હાજર થવાના હતા ત્યારે કોર્ટ પરિસરમાં ટ્રાફિક પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ટ્રાફિક પોલીસે કોર્ટ પ્રાંગણમાં વાહનોની અડચણ હટાવવાના ભાગરૂપે કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વકીલોના ટુ વ્હીલર્સને ટોઈંગ કરતાં વકીલોએ ઝઘડો કર્યો હતો અને વાહનોને પરત મુકાવ્યા હતા. વકીલોએ જારદાર નારાબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

ભાજપ સત્તા અને પૈસાના જારે દૂરપયોગ કરી રહી છે, હું લોકશાહીના હિતમાં સત્યની લડાઇ લડી રહ્યો છું : રાહુલ

અમદાવાદ, તા.૧૨
એડીસી બેંકના માનહાનિ કેસમાં અમદાવાદની ઘીકાંટા સ્થત મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર થયા બાદ અને કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતી તીખી પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખોટા કેસમાં ફસાવી મને દબાવવના અન ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ભાજપ સત્તા અને પૈસાના જારે દૂરપયોગ કરી રહી છે. હું લોકશાહી હિતમાં સત્યની લડાઇ લડી રહ્યો છું. દરમ્યાન રાહુલ ગાંધીએ ફરી એકવાર તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. રાહુલ ગાંધી આજે એક સામાન્ય માણસની જેમ કોંગ્રેસના નેતાઓની સાથે અમદાવાદની એક સામાન્ય હોટલમાં જમ્યા હતા. તેઓ કોર્ટની પ્રક્રિયામાં અને કોર્ટ કાર્યવાહીમાં પૂરા આદર સાથે સહકાર આપતાં જાવા મળ્યા હતા. તેમણે કોર્ટ પરિસરમાં પણ કોઇ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપવાનું ટાળ્યું હતું. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સીધા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. બીજીબાજુ, આજે રાહુલ ગાંધી કોર્ટમાં માનહાનિ કેસમાં હાજર થવાના હતા ત્યારે કોર્ટ પરિસરમાં ટ્રાફિક પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ટ્રાફિક પોલીસે કોર્ટ પ્રાંગણમાં વાહનોની અડચણ હટાવવાના ભાગરૂપે કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વકીલોના ટુ વ્હીલર્સને ટોઈંગ કરતાં વકીલોએ ઝઘડો કર્યો હતો અને વાહનોને પરત મુકાવ્યા હતા. વકીલોએ જારદાર નારાબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.