મમતાદીદી પશ્ર્ચિમ બંગાળને નષ્ટ કરી રહ્યા છે: મોદી

0
6
‘બંગાળના લોકો છેલ્લા ૩૦ વર્ષથી એક જ વિચારધારાનું અનુકરણ કરી રહ્યા છે, જેને કારણે રાજ્યની પડતી થઇ રહી છે અને સંપૂર્ણ દેશને આ વિશે જાણ છે.
‘બંગાળના લોકો છેલ્લા ૩૦ વર્ષથી એક જ વિચારધારાનું અનુકરણ કરી રહ્યા છે, જેને કારણે રાજ્યની પડતી થઇ રહી છે અને સંપૂર્ણ દેશને આ વિશે જાણ છે.

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ઝાટકણી કાઢી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર રાજ્યને નષ્ટ કરનારી છે તથા તેના દ્વારા રાજ્યના ૭૦ લાખથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના જેના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ. ૬૦૦૦ પૂરા પાડવામાં આવે છે, આવી કેન્દ્રની યોજનાના લાભથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે.આ સિવાય મોદીએ કહ્યું હતું કે જે રાજ્ય પર ત્રણ દાયકાથી સત્તા ધરાવે છે તેઓ તેને નષ્ટ કરી રહ્યા છે અને ખેડૂતો માટે તેમણે કંઇ કર્યું નથી.

પશ્ર્ચિમ બંગાળમાં આગામી વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને બેનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારને પાડવા માટે ભાજપ દ્વારા પહેલાથી જોરદાર પ્રચાર શરૂ કરાયો છે.

રાજ્યમાં ૩૪ વર્ષ સુધીની ડાબેરી સત્તાનો અંત લાવ્યા બાદ બેનરજી ૨૦૧૧થી પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન છે.‘બંગાળના લોકો છેલ્લા ૩૦ વર્ષથી એક જ વિચારધારાનું અનુકરણ કરી રહ્યા છે, જેને કારણે રાજ્યની પડતી થઇ રહી છે અને સંપૂર્ણ દેશને આ વિશે જાણ છે. પશ્ર્ચિમ બંગાળમાં ખેડૂતોના લાભ વિશે જે પક્ષોએ કોઇ કાર્ય કર્યું નથી, વિચાર કર્યો નથી તેઓ દિલ્હીમાં ખેડૂતોના નામે લોકોને હેરાન કરી રહ્યા છે અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે’, એમ મોદીએ કહ્યું હતું.ડાબેરી પક્ષોને લક્ષ્ય બનાવતા મોદીએ કહ્યું હતું કે પક્ષો જેઓ હાલમાં એપીએમસી મંડીઓને યાદ કરી રહ્યા છે તેમ છતાં ભૂલી ગયા છે કે કેરળમાં એપીએમસી મંડીઓ જ નથી. આ લોકોએ કેરળમાં ક્યારેય આંદોલન કર્યું નથી.