મરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

0
5
રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે.
રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે.

મુંબઈ: મરાઠા આરક્ષણને કોર્ટ દ્વારા માન્યતા મળે તે માટે વકીલોની ફોજ ઊભી કરી છે અને અન્ય કોઈ સમાજને અગાઉથી મળતા આરક્ષણને નુકસાન ન થાય તે રીતે આરક્ષણ આપવામાં આવશે, તેેવી ખાતરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી હતી. રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. તેમણે કાંજૂરમાર્ગ મેટ્રો કારશેડની જગ્યા રાજ્ય સરકારની હકની છે અને રાજ્યના હિતના પ્રોજેક્ટમાં રાજકારણ કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું. આ સાથે ભાજપના નેતા સુધીર મુનગંટીવારને ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે દેવ્નદ્ર ફડણવીસ દિલ્હી જાય. તેમના આ વિધાન બાદ સ્પીકર નાના પાટોલેએ રમૂજ કરી હતી કે ઠાકરે મારા મિત્રની પાછળ પડ્યા છે. તેના જવાબમાં ઠાકરેએ ફડણવીસને જણાવ્યું હતું કે તમે ક્યાંય જાશો નહીં, અહીં જ રહેજો. તેમની આ રમૂજથી સભાગૃહમાં હાસ્યની લહેર ફેલાઈ હતી. ઈડી, સીબીઆઈ મારફતે રાજકારણ કરવા સામે તેમણ રોષ વ્યક્ત કર્યો હતો.