મહારાષ્ટ્રમાં મરાઠાને મળેલી અનામત યોગ્ય ઠરશે તો પાટીદારોનું વિચારશું: નીતિન પટેલ

0
8
/news/MGUJ-AHM-HMU-NL-if-there-is-maratha-community-will-reservation-will-right-than-gujarat-government-will-do-gujarati-news-5982979-NOR.
/news/MGUJ-AHM-HMU-NL-if-there-is-maratha-community-will-reservation-will-right-than-gujarat-government-will-do-gujarati-news-5982979-NOR.

મહારાષ્ટ્રમાં સરકારે મરાઠા જાતિને આપેલી અનામતને લઈને ગુજરાતમાં પાટીદારો ફરી સક્રિય થયા છે. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે.

મહારાષ્ટ્રની યોગ્ય સર્વે બાદ કાર્યવાહી થઈ શકે

નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. હતા જ્યારે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ તેમાં સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.

કોંગ્રેસનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃનીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી સમયે અનામતની પ્રજાને આપી હતી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાત સરકારે તો બિન અનામત આયોગ સહિત યુવા સ્વાવલંબન યોજના અમલી બનાવી છે.