મહિને 7 હજારની આવક છતાં મહિલાએ 25 હજાર વ્યાજે લાવી ‘શાહ’ની સ્કીમમાં રોક્યા હતાઓફિસને તાળા લાગી જતા રેવાબેન વ્યાજ ભરવાની ચિંતામાં પડી ગયા

0
16
/news/MGUJ-AHM-HMU-LCL-a-poor-woman-borrow-25000-on-interest-and-invest-in-vinay-shah-scheme-gujarati-news-5981784-NOR.html?ref=h
/news/MGUJ-AHM-HMU-LCL-a-poor-woman-borrow-25000-on-interest-and-invest-in-vinay-shah-scheme-gujarati-news-5981784-NOR.html?ref=h

રેવાબેનનો દીકરો ડ્રાઇવિંગ કરી ચલાવી રહ્યો છે ત્રણ લોકોનું ગુજરાન

અમદાવાદઃ વિનય શાહે એકના ડબલ કરવાની લાલચ આપી આચરેલા 260 કરોડના કૌભાંડમાં ગરીબોએ પણ પોતાની આવક વધારવા કે મેળવવા માટે રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સ્કીમમાં રોકાણ કરવા માટે કેટલાક લોકોએ પોતાના દાગીના ગિરવે મૂક્યા તો કેટલાકે વ્યાજે પૈસા લઇને રોકાણ કર્યું હતું. ગોમતીપુર વિસ્તારમાં દસથી વધુ લોકોએ વિનય શાહની લોભામણી લાલચમાં આવીને ફસાઈ ગયા છે. તેમાં પણ મહિને સાત હજારની આવક ધરાવતા રેવાબેને તો 25 હજાર રૂપિયા વ્યાજે લઇને વિનય શાહની સ્કીમમાં રોકાણ કર્યું હતું. પરંતુ હવે ઓફિસને તાળા લાગી જતા રેવાબેન પેટનો ખાડો પુરવાની સાથે સાથે વ્યાજ ભરવાની પણ ચિંતામાં પડી ગયા છે.

મહિને 7 હજારમાં ચાલે છે ત્રણ લોકોનું ગુજરાન

આ અંગે રેવાબેને જણાવ્યું કે, મારા પરિવારમાં એક દીકરો ડ્રાઇવરની નોકરી કરે છે, જેની માસિક આવક સાત હજાર રૂપિયા છે. આ આવકમાં ઘરના ત્રણ સભ્યોનું ગુજરાન ચાલે છે અને મહિને થોડી વધુ આવક મળે તે માટે વ્યાજે 25000 લાવીને આ સ્કીમમાં ભર્યા હતા. ત્યાર બાદ અમને ખબર પડી કે આ કંપનીને તાળા મારીને તેનો માલિક મરી ગયો છે કે વિદેશ ભાગી ગયો છે. અમને કોઈ રૂપિયા મળ્યા નહીં. પરંતુ હવે વ્યાજ કઈ રીતે ભરીશ તેની ચિંતા થઈ રહી છે.

કોઇએ મિત્રો પાસેથી તો કોઇએ વ્યાજે લઇ કર્યું રોકાણ

આ સિવાય ગોમતીપુરમાં જ રહેતા બીજા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, માત્ર ગોમતીપુર વિસ્તારમાંથી જ અનેક લોકોના રૂપિયા ફસાયા છે. બીજી તરફ મોટાભાગના રોકાણ કરનાર યુવા બેરોજગાર છે અને તેઓ મિત્રો પાસેથી કે વ્યાજે પૈસા લાવીને આવક ઉભી કરવા માંગતા હતા.