મહિલાએ અમદાવાદી ફિલ્મ ડિરેક્ટર સામે અડપલાં કર્યાનો આરોપ મુકી કરી છેડતીની ફરિયાદ

0
15
o.in/news/MGUJ-AHM-HMU-LCL-a-woman-file-a-physical-harassment-complained-against-film-maker-dakxin-chhara-gujarati-news
o.in/news/MGUJ-AHM-HMU-LCL-a-woman-file-a-physical-harassment-complained-against-film-maker-dakxin-chhara-gujarati-news

શહેરમાં દિવસેને દિવસે મહિલાઓની છેડતીના બનાવો વધી રહ્યા છે. આજે વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. સરદારનગરમાં એક મહિલાએ ફિલ્મ ડિરેક્ટર દક્ષિણ બજરંગે અને તેના ભાઈઓ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આ ત્રણેય ભાઈઓ પર રસ્તામાં રોકી શારીરિક અડપલાં કર્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાએ પુરવ બજરંગે,પશ્ચિમ બજરંગે અને દક્ષિણ બજરંગે સામે છેડતીની ફરિયાદકરી છે.

દક્ષિણ બજરંગે એક ફિલ્મ ડિરેક્ટર છે. તેઓ દારૂ ગાળવા માટે પ્રખ્યાત છારાનગરમાં રહે છે. દક્ષિણ બજરંગે ચોરી કે દારૂના રવાડે ચડવાના બદલે એક ફિલ્મમેકર બન્યા છે. તેમણે બુધન થિયેટરની પ્રવૃત્તિઓ પછી અનેક ટીવી ડોક્યુમેન્ટ્રીઝ બનાવી છે. તેમજ ‘સમીર’ નામની ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે.