માત્ર પપ્પીજીના નામેથી લોકો ઓળખતા હોવાથી કંટાળી ગયો છે દીપક ડોબરિયાલ

0
17

દીપક ડોબરિયાલનું કહેવું છે કે તેને માત્ર પપ્પીજીના નામે લોકો ઓળખે છે એનાથી તે પોતે કંટાળી ગયો છે. તેણે ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં પપ્પીજીનું પાત્ર ભજવ્યું હતું. એથી લોકો તેને આ નામથી જ વધુ ઓળખે છે.

આ નામ વિશે જણાવતાં દીપક ડોબરિયાલે કહ્યું હતું કે ‘મને એનાથી ખુશી મળે છે કે લોકોને મારા પપ્પીજીના પાત્રએ હસાવ્યા હતા. જોકે એ ફિલ્મને ઘણાં વર્ષો વીતી ગયાં છે. મારા માટે તો બધાં કૅરૅક્ટર્સ અગત્યનાં છે. જોકે મને જાણ છે કે દર્શકો એમ નથી માનતા.

માત્ર એ એક જ રોલ મારી ઓળખ બનતા હું હવે કંટાળી ગયો છું. પપ્પીજીની જેમ જ મને મારા અન્ય પાત્રો પણ ખૂબ ગમે છે. 

એથી મારો હંમેશાં એ પ્રયાસ રહે છે કે હું મારા દર્શકોને કંઈક નવું અને ઇન્ટરેસ્ટિંગ પીરસું. જેને તેઓ પપ્પીજીની જેમ જ હંમેશાં માટે યાદ રાખે.’