મારા પાત્રમાં પ્રાણ પૂરવા માટે ખૂબ મહેનત કરી છે : યામી ગૌતમ

0
20

યામી ગૌતમે તેની ‘બાલા’ના પાત્ર માટે અથાક પરિશ્રમ કર્યો છે. યામીની સાથે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર પણ જોવા મળવાનાં છે.

રોલની તૈયાર કરતી વખતે યામીએ ટ‌િકટોક ઍપ પણ બનાવી હતી.

પોતાના પાત્ર વિશે જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘મારા માટે એ ખૂબ જરૂરી છે કે લોકો મારી ફિલ્મ જોવા જાય અને હું જે પ્રકારની વ્યક્તિ છું તેને નહીં પરંતુ મારા પાત્રને જુએ.

મારા પાત્રમાં પ્રાણ પૂરવા માટે મેં દિલથી મહેનત કરી છે.

એથી લોકો એના તરફ આકર્ષાય. મેં દરેક વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે.

એની નઝાકતથી માંડીને એના નાના શહેરના ઉચ્ચારણને પણ મેં પાત્રમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે.’