મારો કોઈ ધર્મ નથી હું ઇન્ડિયન છું : બિગ બી

0
23

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમનો કોઈ ધર્મ નથી. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારી અટક ‘બચ્ચન’એ કોઈ ધર્મ સાથે નથી જોડાયેલી કારણ કે મારા પિતા એની વિરુદ્ધ હતા.

મારી અટક શ્રિવાસ્તવ છે, પરંતુ અમે એમાં કોઈ દિવસ વિશ્વાસ નથી કર્યો. આ ફૅમિલી નામને આગળ લઈ જવાનો મને ગર્વ છે.

કિંડરગાર્ટનમાં જ્યારે મારું ઍડમિશન થયું ત્યારે મારી અટક પૂછતાં મારા પપ્પાએ ‘બચ્ચન’ રાખવાનું નક્કી કર્યું હતું.

વસ્તી ગણતરી માટે જ્યારે મારા ઘરે લોકો આવતાં ત્યારે તેઓ મારા ધર્મ વિશે પૂછતાં ત્યારે હું તેમને કહેતો કે મારો કોઈ ધર્મ નથી. હું ઇન્ડિયન છું.’