મિત્રએ જ કરી મિત્રની હત્યા, નજીવી બાબતના ઝઘડાએ ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ

0
14

સુરતના સલાબતપુરા વિસ્તારમાં વધુ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી છે.

સુરતના માન દરવાજા ખાતે રહેતા અને અને ઝરીના કારખાનામાં કામ કરતા ૪૦ વર્ષીય ગિરીશ રવિચંદ નામના યુવકની સોસાયટીમાં રહેતા અન્ય યુવકો સાથે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. બાદમાં ગિરીશે પણ તેના સાથી મિત્રો સાથે ઝઘડો કરતાં જાપાન નામના યુવકે તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સમગ્ર બનાવમાં ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા ગિરિશ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ સલાબતપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે, જ્યારે મિત્રએ મિત્રની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો તે પહેલાં સોસાયટીમાં રહેલી સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી. બાદમાં અંધારાનો લાભ લઈને ચપ્પુ વડે હુમલો કરીને ગિરિશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનનું કહેવું છે કે, હત્યા કરનાર જાપાન સહિત અન્ય સાગરીતો ગાંજો અને સરસના નશામાં હતા. નશામાં ધૂત થઈને ગિરિષની હત્યા કરી હતી. હાલ પોલીસ હત્યારાની અટકાયત કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.