મીમી માટે મમ્મી મોડમાં ક્રિતી

0
17

ક્રિતી સૅનને સરોગસી પર આધારિત ‘મીમી’ માટે ગાયનૅકોલોજિસ્ટ સાથે મુલાકાત કરીને તેમની સલાહ લઈ રહી છે.

દિનેશ વિજન આ ફિલ્મને પ્રોડ્યુસ અને લક્ષ્‍મણ ઉટેકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં પંકજ િત્રપાઠી પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. દિવાળી બાદ આ ફિલ્મનું શૂટિંગ માંડવામાં શરૂ કરવામાં આવશે.

આ ફિલ્મની તૈયારી વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘મેં માતૃત્વનો અનુભવ તો નથી કર્યો. એથી હું મારા એ ફ્રેન્ડ્સ સાથે ચર્ચા કરું છું જે પેરન્ટ્સ બનવાના છે અથવા તો પહેલેથી તેમને બાળકો છે.

મારા મમ્મી પણ મારી માર્ગદર્શક છે. મેં ગાયનૅકોલોજિસ્ટને મળીને સરોગસીની પ્રોસેસ વિશે માહિતી મેળવી છે. સ્ટોરી જેમ જેમ આગળ ચાલે છે

એમ હું પણ એમાં ઢળતી જાઉં છું.’