મુંબઈમાં ચાર લાખથી વધુ ટેસ્ટઃ ૨૩ ટકા પોઝિટિવ કેસ

0
10

મુંબઇ,તા.૧૬
મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો એક લાખની નજીક પહોંચવા આવ્યો છે ત્યારે બીજી બાજુ શહેરમાં કોરોનાના કુલ ચાર લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી મુંબઈ મહાનગરપાલિકાએ આપી હતી.
ડેટા અનુસાર ૧૩મી જુલાઇ સુધીમાં કુલ ૪,૦૧,૭૪૧ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે પૈકી ૯૩,૮૯૪ (૨૩.૩૭ ટકા) સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જુલાઇ મહિનાના પહેલા ૧૩ દિવસમાં રોજના સરેરાશ ૫,૨૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મે મહિનામાં રોજના સરેરાશ ૩,૮૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે જૂન મહિનામાં વધીને રોજના સરેરાશ ૪,૩૦૦ ટેસ્ટ થયા હતા. જુલાઇ મહિનામાં ટેસ્ટ વધીને ૫,૨૦૦ થયા છે. આ ટેસ્ટમાં આરટી-પીસીઆર અને રેપિડ એન્ટિજન કિટ ટેસ્ટ બંનેનો સમાવેશ થાય છે. દરમિયાન મુંબઈમાં કોરોનાના કેસનો આંકડો ૯૫,૦૦૦ને પાર થઇ ગયો છે, જયારે ૫,૦૦૦થી વધુના મૃત્યુ નોંધાયા છે. આ પૈકી ૬૬,૬૩૩ દર્દી સાજા થઇ ગયા છે એટલે કે કોરોનાના દર્દીનો સાજા થવાનો દર ૭૦ ટકા છે. શહેરમાં કોરોનાના કેસ બમણા થવાનો સમયગાળો બાવન દિવસ થઇ ગયો છે. મહારાષ્ટ્રના કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર ‘મુંબઈમાં ટેસ્ટિંગ થતું નહીં હોવાથી અહીં કોરોનાના કેસો બહાર આવી રહ્યા ન હોવાનું કહેવાઇ રહ્યું હતું. જોકે, હવે પ્રિસ્ક્રિપ્શન વગર પણ ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાથી આગામી સમયમાં વધુ કેસ બહાર આવે એવી શકયતા છે