મુંબઈ: ઘાટકોપરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા 5નાં મોત, બ્લેક બોક્સ મળ્યું

0
157
Mumbai plane crash: Chartered aircraft crashes in Ghatkopar, five dead; black box recovered
Mumbai plane crash: Chartered aircraft crashes in Ghatkopar, five dead; black box recovered
Mumbai plane crash: Chartered aircraft crashes in Ghatkopar, five dead; black box recovered
Mumbai plane crash: Chartered aircraft crashes in Ghatkopar, five dead; black box recovered

મુંબઈ:

મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. અત્યંત ગીચ વિસ્તારમાં આ દુર્ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. દુર્ઘટનામાં ચાર્ટર્ડ પ્લેનના પાઈલટ પ્રદીપ રાજપૂત સહિત અન્ય પાઈલટનું પણ મોત થયું છે. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ એવું જણાવાયું હતું કે વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું હતું પરંતુ પાછળથી આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મુંબઈ પોલીસે ઘટનાની ખાતરી કરતા જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર પડતા આસપાસના સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ પ્લેન ક્રેશમાં એક રાહદારીનું મોત થયું હતું. તમામ મૃતકોના પાર્થિવ દેહ ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં મોકલાયા હતા. આ દુર્ઘટના બાદ ડીજીસીએએ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આદેશ કર્યા છે અને ઘટનાસ્થળેથી કાટમાળ નીચેથી તપાસ ટુકડીને બ્લેક બોક્સ મળી આવ્યું હતું. જેને આધારે એટીસી અને પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીતનો અંદાજ આવી શકશે.

ટીવી અહેવાલ મુજબ ઘટનાસ્થળે એક વ્યક્તિને આગની જ્વાળામાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. વિમાન તૂટી પડતા લાગેલી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકોને પણ રેસ્ક્યૂ ટીમે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા.