મુંબઈ: રેસ્ટોરન્ટમાં લંચ કરી રહ્યો હતો, અચાનક ફાટ્યો મોબાઈલ

0
390
mumbai-mobile-phone-blast-in-mans-pocket
mumbai-mobile-phone-blast-in-mans-pocket

મુંબઈમાં એક વ્યક્તિની સાથે એક ચોંકાવનારી ઘટના બની. હકીકતમાં મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટી ગયો. 4 જૂનની આ ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.તે વ્યક્તિ એક રેસ્ટોરન્ટમાં લંચ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક તે પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને પોતાના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને ત્યારે જ તે ફાટી ગયો.ખિસ્સામાં મોબાઈલ ફોન ફાટવાથી તેને સદનસીબે વધુ ઈજા તો નથી થઈ, પણ આ ઘટનાથી ભયભીત રેસ્ટોરન્ટમાં હાજર અન્ય લોકો દોડીને બહાર આવી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં ઓડિશામાં એક કિશોરીનું ફોન ફાટતા મોત થઈ ગયું હતું. આ કિશોરી ફોન ચાર્જમાં રાખીને વાત કરી રહી હતી અને અચાનક ફોન ફાટ્યો હતો અને તેના હાથ, છાતી અને પગમાં ઈજા થઈ હતી.