“મેડ ઇન ચાઇના”ના સ્ટારકાસ્ટે લીધી અમદાવાદની મુલાકાત

0
28

ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મુવી થિયેટર સર્કિટે ‘મેઇડ ઇન ચાઇના’ના સ્ટારકાસ્ટ સાથ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અભિનેતાઓ રાજકુમાર રાવ અને મૌની રોયે ચાહકો અને મીડિયા સાથે વાતચીત કરતા વન મોલ ખાતે સિનેપોલીસમાં આગામી ફિલ્મના લોન્ચનું પ્રમોશન કર્યું હતું.


આ પ્રસંગે ટિપ્પણી કરતા સિનેપોલીસ ઇન્ડિયાના ડેપ્યુટી સીઇઓ દેવાંગ સંપતે જણાવ્યું હતું કે “અમને સિનેપોલીસ વન મોલ ખાતે ‘મેઇડ ઇન ચાઇના’ના સ્ટાર્સને આનંત્રવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે.

જે મલ્ટીપ્લેક્સીસના અનુભવને વધુ સાંકળતુ અને ઇન્ટરેક્ટીવ પરિબળ બન્યું છે તેવા સિનેમામાં મુવી કાસ્ટ મળ્યા છે, જ્યાં ઉત્સાહી મુવી ચાહકોને સિલ્વર સ્ક્રીનથી પર ફિલ્મની આજુબાજુની વાસ્તવિકતાનો અનુભવ કરવા માટેની તક પ્રાપ્ત થાય છે. અમે ફિલ્મને સારો પ્રતિભાવ મળે તેવી આશા સેવીએ છીએ અને સમગ્ર સ્ટાર કાર્ટને શુભેચ્છા પાઠવીએ છીએ.”