ભાવનગર શહેરમાં એક જ રાતમાં બે સ્થળો પર આગ, લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

0
5
ભાવનગર શહેરમાં બે અલગ અલગ જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રાત્રીના ૧૨.૩૦ આજુબાજુ ચાવડી ગેટ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ ભભૂકી હતી.
ભાવનગર શહેરમાં બે અલગ અલગ જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રાત્રીના ૧૨.૩૦ આજુબાજુ ચાવડી ગેટ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ ભભૂકી હતી.

ભાવનગર : ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા ૪ ગોડાઉનો તેમજ આંબાચોક વિસ્તારમાં આવેલી મીણબતી બનાવવાની ફેકટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.  આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું અને લાખોની મત્તા બળીને ખાખ થઇ ગઈ હતી. જયારે બેકાબુ બનેલી આગ બાજુના મકાનમાં પ્રસરી જતા વૃદ્ધ દંપતીને રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા.ભાવનગર શહેરમાં બે અલગ અલગ જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રાત્રીના ૧૨.૩૦ આજુબાજુ ચાવડી ગેટ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ ભભૂકી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગમાં  બિલ્ડીંગમાં રહેલા હોન્ડા કંપનીના સ્કુટરો, વિવિધ બિસ્કીટ અને મેગી તેમજ શેઠ બ્રધર્સ ના ગોડાઉન રહેલી મત્તા બળીને ખાખ થઇ ગઈ હતી. જેમાં લાખો રૂપિયાની નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ લાગેલી આગને ફાયર વિભાગે ૬ ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. હજુ તો ફાયર વિભાગ એક આગ પર કાબુ મેળવી રહી હતી. ત્યાં જ આંબાચોક વિસ્તારમાં કેતનભાઈ મહેન્દ્રભાઈ શાહની માલિકીની એક મીણબત્તી બનાવવાની ફેકટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી અને ફાયર વિભાગની ટીમ વહેલી સવાર સુધી આ આગ પર કાબુ મેળવવા ઝઝૂમી રહી હતી.આગ એટલી વિકરાળ હતી અને ફેકટરીમાં મીણનો જથ્થો મોટી માત્રામાં ઉપલબ્ધ હોય આગ બેકાબુ બની હતી અને જેમાં ૯ ગાડી પાણીનો છંટકાવ કર્યા બાદ પણ હજુ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. જેમાં મીણબતી બનવાના લાખોની કિમતના પાંચ મશીનો સહિતનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.