યમનનાં દરિયામાં 10 ખલાસીઓ સાથેનું સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ

યમનનાં દરિયામાં 10 ખલાસીઓ સાથેનું સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ

0
157
/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat
/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat

દરિયામાં વાવાઝોડાની આગાહી પછી ગુજરાતનાં દરિયા કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો યમનનાં દરિયામાં ગુજરાતનાં દ્વારકાનાં સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ થયું છે. આ સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓમાં હરકતમાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સંપર્ક વિહોણા જહાજની શોધ શરૂ કરી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સલાયાનું જહાજ યમનનાં દરિયામાં સંપર્ક વિહોણુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી આ જહાજ સાથે સંપર્ક સધાયો નથી. આ જહાજ દ્વારકાનાં સલાયાનું આતા-એ-ખ્વાજા છે જે સંપર્ક વિહોણુ થયું છે. આ જહાજમાં 10 જેટલા ખલાસીઓ છે. યમનનાં દરિયામાં ખરાબ હવામાનનાં કારણે આતા-એ-ખ્વાજા જહાજ સાથે સંપર્ક ટૂટી ગયો છે. જો કે સુરક્ષા એજન્સીઓ જહાજ સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી છે.

જહાજ સંપર્ક વિહોણુ થતા 10 ખલાસીઓ સાથે પણ સંપર્ક થઇ શક્યો નથી જેને કારણે તેમના પરિવારનો જીવ અધ્ધર થયો છે. તંત્ર દ્વારા જહાજને શોધી કાઢવાનું પરિવારોને આશ્વાસન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા હવામાન વિભાગ દ્વારા બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat
/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat