યુનિ.ના તમામ પ્રોફેસરો આજે સફેદ વસ્ત્રો-કાળી પટ્ટીમાં મૌન રેલી યોજશે

0
7
gujarat university proffeser strike
gujarat university proffeser strike

ગુજરાત યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને એચઓડીને ઓફિસમાં ઘુસી મારવાની અને તોડફોડ કરી ગાળાગાળી કરવાની ઘટનામાં પ્રોફેસરની તરફેણમાં શૈક્ષણિક મંડળો આવ્યા છે ત્યારે આવતીકાલે યુનિ.ના તમામ પ્રોફેસરો સફેદ વસ્ત્રો પહેરી અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજશે. યુનિ.ખાતે મૌન દેખાવો સાથે પ્રોફેસરો કુલપતિને આવેદનપત્ર આપશે.

ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (ગુટા)ના નેજા હેઠળ આવતીકાલે સવારે ૧૧ વાગે મોટી સંખ્યામા પ્રોફેસરો યુનિ.કેમ્પસમાં આવેલા લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ખાતે એકઠા થશે.જ્યાંથી હુમલાનો ભોગ બનેલા પ્રોફેસર એન.કે.જૈન સાથે તમામ પ્રોફેસરો મૌન રેલી યોજશે અને યુનિ.ટાવર બિલ્ડીગ સુધી રેલી કરશે.

આ મૌન રેલીમાં યુનિ.ના તમામ ભનવનોના પ્રોફેસરો જોડાશે અને સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી પહેરી મૌન દેખાવો કરશે.મૌન દેખાવો પ્રોફેસરો કુલપતિને રૃબર મળીને આવેદનપત્ર આપશે અને પ્રોફેસરોની સુરક્ષા મુદ્દે કડક પગલા લેવા અને આ ઘટનામાં કાર્યવાહી ઉગ્ર માંગ કરશે.

gujarat university proffeser strike
gujarat university proffeser strike