યુવાનને રિવોલ્વર માટે સહાય કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

0
4
અમદાવાદ, તા.૭ શહેરના ઘાડલોડિયા વિસ્તારમાં એક ફાયનાન્સ કંપનીમાં ફાયરીંગ સાથે લૂંટના નિષ્ફળ પ્રયાસના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આજે લૂંટ કરવા જતાં પકડાઇ ગયેલા યુવક પાસેથી જે રિવોલ્વર મળી આવી હતી, તે રિવોલ્વર તેને અપાવવામાં મદદગારી કરનાર પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલનું નામ સામે આવતાં આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતો ગજેન્દ્રસિંહ વિહોલ મૂળ મહેસાણાનો વતની હતી અને તેણે આરોપી ચિરાગ ભાવસારને રાજસ્થાનની રિવોલ્વર અપાવવામાં મદદ કરી હતી, જેને પગલે પોલીસે આજે કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરતાં પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના ઘાડલોડિયા વિસ્તારમાં ગઇકાલે આઇઆઇએફએલ નામની ફાયનાન્સ કંપનીમાં રિવોલ્વર લઇ ચિરાગ ભાવસાર ફાયરીંગ સાથે લૂંટ કરવા જતાં પકડાઇ ગયો હતો. પોલીસની આકરી પૂછપરછ દરમ્યાન આરોપી ચિરાગ ભાવસારે ખુલાસો કર્યો હતો કે, તેના પર ૮ લાખનું દેવું થઇ ગયું હતું જેના કારણે તેણે લૂંટનો પ્લાન ઘડ્‌યો હતો. તે રિવોલ્વર કયાંથી લાવ્યો તેની પૂછપરછમાં આખરે પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલનું નામ ખૂલતાં અને આ રિવોલ્વર રાજસ્થાનથી લાવ્યો હોવાનું ખૂલતાં પોલીસે આજે કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના નિર્ણયનગરમાં પરિવાર સાથે રહેતો આરોપી ચિરાગ ભાવસાર વ્યવસાયે ગ્રાફિક ડિઝાઈનર છે. ચિરાગને જુગારમાં રૂ.૮ લાખનું દેવું થઇ ગયું હતું. જેના કારણે આ દેવુ ભરપાઇ કરી શકાય તે હેતુથી તેણે લૂંટ કરવાનો પ્લાન ઘડ્‌યો હતો. અગાઉ તેણે ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં સોના પર લોન લીધી હતી માટે તેણે અહી જ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાનને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુમાંથી રિવોલ્વર ખરીદી હતી. બપોરના સમયે કંપનીમાં જઇને બેન્કમાં મેનેજરને ધક્કો મારી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે,મેનેજરે હિંમત દાખવીને નજીક રહેલો પાણીનો ગ્લાસ તેના પર ફેંક્યો હતો, જેના કારણે પાણી ચિરાગની આંખમાં જતું રહ્યું હતું અને અન્ય કર્મચારીઓએ તેને ઝડપી પાડ્‌યો હતો. એ સમયે ચિરાગે ફાયરિંગ કર્યું હતું પરંતુ નીચે જમીન તરફ ફાયરિંગ થતાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આખરે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને હિંમતના કારણે ચિરાગ ભાવસાર પકડાઇ ગયો હતો અને આજે પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ આ પ્રકરણમાં ઝડપાયો હતો.

પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ગજેન્દ્રસિંહ વિહોલ નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરતા ભારે ચકચાર

અમદાવાદ, તા.૭
શહેરના ઘાડલોડિયા વિસ્તારમાં એક ફાયનાન્સ કંપનીમાં ફાયરીંગ સાથે લૂંટના નિષ્ફળ પ્રયાસના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આજે લૂંટ કરવા જતાં પકડાઇ ગયેલા યુવક પાસેથી જે રિવોલ્વર મળી આવી હતી, તે રિવોલ્વર તેને અપાવવામાં મદદગારી કરનાર પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલનું નામ સામે આવતાં આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતો ગજેન્દ્રસિંહ વિહોલ મૂળ મહેસાણાનો વતની હતી અને તેણે આરોપી ચિરાગ ભાવસારને રાજસ્થાનની રિવોલ્વર અપાવવામાં મદદ કરી હતી, જેને પગલે પોલીસે આજે કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરતાં પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના ઘાડલોડિયા વિસ્તારમાં ગઇકાલે આઇઆઇએફએલ નામની ફાયનાન્સ કંપનીમાં રિવોલ્વર લઇ ચિરાગ ભાવસાર ફાયરીંગ સાથે લૂંટ કરવા જતાં પકડાઇ ગયો હતો. પોલીસની આકરી પૂછપરછ દરમ્યાન આરોપી ચિરાગ ભાવસારે ખુલાસો કર્યો હતો કે, તેના પર ૮ લાખનું દેવું થઇ ગયું હતું જેના કારણે તેણે લૂંટનો પ્લાન ઘડ્‌યો હતો. તે રિવોલ્વર કયાંથી લાવ્યો તેની પૂછપરછમાં આખરે પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલનું નામ ખૂલતાં અને આ રિવોલ્વર રાજસ્થાનથી લાવ્યો હોવાનું ખૂલતાં પોલીસે આજે કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના નિર્ણયનગરમાં પરિવાર સાથે રહેતો આરોપી ચિરાગ ભાવસાર વ્યવસાયે ગ્રાફિક ડિઝાઈનર છે. ચિરાગને જુગારમાં રૂ.૮ લાખનું દેવું થઇ ગયું હતું. જેના કારણે આ દેવુ ભરપાઇ કરી શકાય તે હેતુથી તેણે લૂંટ કરવાનો પ્લાન ઘડ્‌યો હતો. અગાઉ તેણે ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં સોના પર લોન લીધી હતી માટે તેણે અહી જ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાનને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુમાંથી રિવોલ્વર ખરીદી હતી. બપોરના સમયે કંપનીમાં જઇને બેન્કમાં મેનેજરને ધક્કો મારી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે,મેનેજરે હિંમત દાખવીને નજીક રહેલો પાણીનો ગ્લાસ તેના પર ફેંક્યો હતો, જેના કારણે પાણી ચિરાગની આંખમાં જતું રહ્યું હતું અને અન્ય કર્મચારીઓએ તેને ઝડપી પાડ્‌યો હતો. એ સમયે ચિરાગે ફાયરિંગ કર્યું હતું પરંતુ નીચે જમીન તરફ ફાયરિંગ થતાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આખરે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને હિંમતના કારણે ચિરાગ ભાવસાર પકડાઇ ગયો હતો અને આજે પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ આ પ્રકરણમાં ઝડપાયો હતો.