રણબીરને નીચો બતાવવા સલમાને ‘સંજુ’વિશે કરી દીધી આવી વાત

0
460
salman-khan-belives-ranbir-kapoor-cannot-do-justice-to-sanjay-dutts-role-in-sanju-
salman-khan-belives-ranbir-kapoor-cannot-do-justice-to-sanjay-dutts-role-in-sanju-

રાજકુમાર હીરાનીની ફિલ્મ ‘સંજુ’ 29 જૂને રિલીઝ થવા જઈ રહી છે. પણ આ પહેલા સલમાન પોતાની ‘રેસ 3’ લઈને આવી રહ્યો છે. ‘રેસ 3’ના પ્રમોશનમાં વ્યસ્ત સલમાને ‘સંજુ’ વિશે જે વાત કહી તેનાથી રણબીર કપૂર નારાજ થઈ શકે છે.સલમાને કહ્યું કે, ‘મને એ નથી સમજાતું કે, ‘સંજુ’માં સંજયે જ કેમ કામ ન કર્યું. તેના પાત્ર સાથે બીજું કોઈ ન્યાય ન કરી શકે. ફિલ્મના છેલ્લા ભાગને તો તેણે જ કરવો જોઈતો હતો. સંજયના છેલ્લા 8-10 વર્ષને તે પોતે જ ભજવી શકતો હતો.’જણાવી દઈએ કે, રણબીર અને સલમાન વચ્ચે સંબંધો સારા નથી. આનું કારણ કેટરીના કૈફ હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આવામાં સલમાને રણબીરની પ્રશંસા કરી હોત તો તે મોટી વાત કહેવાતથોડા દિવસ પહેલા જ ‘સંજૂ’નું ટ્રેલર રિલીઝ થયું અને તેને સલમાનની ‘રેસ 3’ના ટ્રેલર કરતા વધુ પસંદ કરવામાં આવ્યું. ‘સંજૂ’ના ટ્રેલરમાં સંજય દત્ત પોતે જ પોતાની વાત કહી રહ્યો છે. દીયા મિર્ઝા, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા બધાની ઝલક તેમાં દેખાઈ રહી છે. રણબીર બધા પર ભારે પડી રહ્યો છે. ફિલ્મ 29 જૂને રિલીઝ થવાની છે.અગાઉ ફિલ્મના પોસ્ટર્સ દ્વારા તેનું પ્રમોશન કરાઈ રહ્યું હતું. થોડા દિવસો પહેલા પરેશ રાવલ કે જે ફિલ્મમાં સુનીલ દત્તનું પાત્ર ભજવી રહ્યો છે તેની તસવીર સામે આવી હતી. ત્યારબાદ સોનમ કપૂરવાળી તસવીર સામે આવી હતી અને બાદમાં રણબીર કપૂર-વિક્કી કૌશલ એક તસવીરમાં સાથે દેખાયા હતા. વિક્કી ફિલ્મમાં સંજય દત્તના દોસ્તની ભૂમિકામાં જોવા મળશે.જણાવી દઈએ કે, તાજેતરમાં જ વિક્કીએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં તે સંજય દત્તના એક એવા દોસ્તની ભૂમિકા ભજવી રહ્યો છે જેણે ખૂબ જ કપરા સમયમાં સંજયનો સાથ આપ્યો હતો. આ દોસ્ત સંજયની જિંદગીની દરેક મુખ્ય સ્થિતિમાં તેની બાજુમાં ઊભો રહ્યો છે.