રણવીર સિંહના આ લૂકની લોકો ઉડાવી રહ્યા છે મજાક, કહ્યું ‘બાબા લાલ પરી બન્યા

0
16

બોલીવુડ અભિનેતા ‘રણવીર સિંહ’ જેટલો પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે. એટલો જ તે પોતાની અટપટી હરકતો અને કપડાને કારણે ચર્ચામાં રહે છે. રણવીરને ઘણીવાર અટપટા આઉટફિટ્સમાં જોઇ ચૂક્યા છીએ. આ જ કારણે તે ટ્રોલ પણ થતો હોય છે, પણ આ વાતથી તેને કોઇ જ ફરક પડતો નથી. તાજેતરમાં જ આઇફા 2019માં પણ તે એક અતરંગી આઉટફિટમાં પહોંચ્યો હતો. હવે તે ફરી એક વાર કંઇક એવા જ કપડામાં જોવા મળ્યો છે જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
હકીકતે, તાજેતરમાં રણવીર સિંહ એક ડબિંગ સ્ટૂડિયો પહોંચ્યો જ્યાં તેણે એવા કપડાં પહેરી રાખ્યા હતા જેને જોઇને તમને પણ હસવું આવી જશે. આ દરમિયાન રણવીર લાલ કલરની હુડી (સ્વેટ શર્ટ) પહેરી હતી જે ઘુંટણથી પણ વધારે નીચે હતી. તેની સાથે બ્લેક જીન્સ અને લાઇટ ગ્રીન કલરના શૂઝ પહેર્યા હતા. હાથમાં તેણે સ્પીકર લીધું હતું જેમાં તે ગીતો સાંભળી રહ્યો હતો.

આ લૂકમાં રણવીરની કેટલીય તસવીરો વાયરલ થઈ છે જેનો ખૂબ જ મજાક બની રહ્યો છે. કોઇક તેને તાંત્રિક કહે છે તો કોઇ તેને જોકરી કહીને તેનો મજાક ઉડાડે છે. કો’ક તો રણવીર સિંહને લાલ પરી કહે છે. આમ તો કપડાં અને લૂકને લઇને રણવીર સિંહનું ટ્રોલ થવું કંઇ નવી વાત નથી. તાજેતરમાં જ તે જ્યારે આઇફા 2019માં સૂટની ઉપર સ્ટૉલ કૅરી કરીને ગયો હતો ત્યારે પણ તેનો ખૂબ જ મજાક ઉડાડવામાં આવ્યો હતો. દીપિકાએ પોતે પણ એક મીમ શૅર કરીને તેની મસ્તી કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ટૂંક સમયમાં જ ’83’માં જોવા મળશે. જેમાં તે કપિલ દેવનું પાત્ર ભજવશે. આ જ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તેની પત્નીનું પાત્ર ભજવવાની છે. એટલું જ નહીં લગ્ન પછી બન્નેની એકસાથે આ પહેલી ફિલ્મ છે.