રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ફરી થશે દોસ્તી?

0
29

રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ફરી દોસ્તી થશે એવી ચર્ચા ચાલી રહી છે. ‘બિગ બૉસ ૧૩’માં રશ્મિ અને સિદ્ધાર્થ ભાગ લઈ રહ્યાં છે.

તેમણે ‘દિલ સે દિલ તક’માં સાથે કામ કર્યું હતું.

જોકે આ શોના સેટ પર તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારથી તેમની વચ્ચે ફક્ત પ્રોફેશનલ રિલેશનશિપ ચાલી રહી છે.

જોકે આ શોમાં રશ્મિ અને સિદ્ધાર્થને સાથે કિચનનું કામ સોંપવામાં આવ્યું છે એથી રશ્મિના ફ્રેન્ડ્સ દ્વારા તેને કહેવામાં આવ્યું છે કે તું સિદ્ધાર્થ સાથે ફરી દોસ્તી કરી લે.

જોકે તેમની વચ્ચે એ થાય કે નહીં એ હવે જોવું રહ્યું.