રાજકોટઃ કલરના કારખાનામાં ભયાનક આગ એક ફાયરબ્રિગેડ જવાન દાઝ્યો, અન્ય બેના શ્વાસ રૂંધાયા

0
10

રાજકોટઃ રાજકોટમાં આજી જીઆઈડીસી ખાતે આવેલા મસ્કોટ નામના કલર કારખાનામાં આજે આગ લાગી ગઈ હતી. આગના કારણે દૂર દૂર સુધી ધૂમાડા જોવા મળ્યા હતા. ભયંકર આગમાં રીતસર ભડભડ બધું સળગતું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત કારખાનામાં ઓઈલ ટેન્કરમાં પણ આગ લાગી જતાં આખું કારખાનું બળીને ખાખ થઈ ગયું હતું.ચીફ ફાયર ઓફિસર બી. જે બેઠા પણ આગમાં દાઝયા અત્યાર સુધીમાં 4 લોકો દાઝયા હોવાના અહેવાલ છે.

બનાવની જાણ ફાયર બ્રીગેડને થતાં તેઓ તુરંત દોડી આવ્યા હતા અને તેમણે આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આગને કાબુમાં લેવા જતાં એક ફાયર બ્રિગેડ જવાન દાઝ્યો હતો સાથે અન્ય બે જવાનોના શ્વાસ રુંધાતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલ મળ્યા છે. અહીં ઘટના સ્થળનો વીડિયો રજુ કરાયો છે.