રાજકોટમાં હાર્દિક પટેલે કહ્યું, મુખ્યમંત્રી જેને પરપ્રાંતીય કહે છે તેને હું હિંદુસ્તાની કહું છું

0
23
news/SAU-RJK-HMU-LCL-hardik-patem-meeting-with-rajkot-district-sarpanch-gujarati-news-5968073-PHO.html?re
news/SAU-RJK-HMU-LCL-hardik-patem-meeting-with-rajkot-district-sarpanch-gujarati-news-5968073-PHO.html?re

પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. બાદમાં તે આટકોટ ખાતે ગરબાના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપવાનો છે. રાજકોટમાં હાર્દિકે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જેને પરપ્રાંતીય કહે છે તેને હું હિનદ્ુસ્તાની કહું છું. તેજસ્વી યાદવ સાથે વાત થઇ અને નીતિશકુમાર સાથે કોઇ વાત થઇ નથી. તમામ હિન્દુસ્તાનીને પાસ દ્વારા જરૂરી મદદ કરવામાં આવશે. અનામતના મુદ્દે 5-5 વર્ષે કોઇ નિર્ણય ન લઇ શકનાર રાજ્ય સરકાર આ મુદ્દે શું કરશે.

રાજકોટ જિલ્લાના સરપંચો સાથે યોજી બેઠક

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. જેને લઇને હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના સરપંચો સાથે બેઠક યોજી હતી. સરદાર પટેલની જન્મજયંતીને ઐતિહાસિક બનાવવા સંકલ્પ લીધો હતો. તેમજ જણાવ્યું હતું કે, સરદાર પટેલે ખેડૂતોને લઇને જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન સાકાર કરવાનું અમે કામ કરીશું.

સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ જૂનાગઢ યોજાશે

સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. ખેડૂતોના અધિકાર તેમજ સામાજીક ન્યાયને લઇને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સભામાં હજારો ખેડૂતો અને લોકો જોડાશે. આવી રીતે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.

રાજકોટમાં CM રૂપાણીએ જમીન પર બેસી ગરીબ બાળકો સાથે લીધું ભોજન